________________
શતક ૭મું : ઉદ્દેશક-૭
૧૩૭
૧. પુણ્યાનુબંધી પુણ્ય–અગણિત ધનરાશિ, યુવાવસ્થા, સુંદર શરીર અને મનગમતા ભેગ્યપદાર્થો મળવા છતાં જિનદેવના ધર્મને આશ્રય લઈને નિરર્થક થતાં પાપોમાંથી બચી જવાના ઈરાદાથી પોતાનુ ધન મહાવ્રતધારીઓના દર્શન– જ્ઞાન અને ચારિત્રની વૃદ્ધિ થાય તે રીતે વાપરશે યુવાવસ્થાને ઊંધે માગે નહીં લઈ જતાં ભેગ્યરાત્રિઓને પણ મર્યાદિત કરશે, રૂપાળા શરીરમાં એક પણ દુર્ગણ પ્રવેશ ન કરે તેની કાળજી રાખશે અને મનગમતા ભેગ્યપદાર્થો પોતાને આર્તધ્યાન તેમજ અત્યંત રાગી ન બનાવા પામે તે માટે સાવધાન રહેનાર ભાગ્યશાળી પુણ્યાનુબંધી પુણ્યને માલિક બનશે.
૨. પુણ્યાનુબંધી પાપ–પાપકર્મોની તીવ્રતાના સમયે પણ પિતાના આત્માને સંયમિત કરી કામગના ભોગવટામાંથી મનને દૂર કરી સદ્દબુદ્ધિ, સદુવાસના અને સદ્દવિવેકને માલિક બનશે.
૩. પાપાનુબંધી પુણ્ય–પુણ્યપ્રાપ્ત સામગ્રીને કામગોના ભેગવટામાં વાપરી આત્માને ભારે બનાવશે.
૪. પાપાનુબ ધી પાપ–જેમના વિવેકરૂપી દીવડા સર્વથા બુઝાઈ ગયા હશે તે નહીં મળેલા કામોને મેળવવા માટે પ્રતિક્ષણ રાત-દિવસ એક કરશે અથવા આત્ત અને રૌદ્ર ધ્યાનમાં જ લીન રહેશે
પ્રશ્ન-છદ્મસ્થ માણસ જે આ ભવમાં દેવલોકમાં ઉત્પન્ન થવાને ગ્ય છે, પણ તેનું શરીર અતિ દુર્બળ હેવાના કારણે તે ઉથાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાર્થ વડે ઘણા ભેગને ભાગવવા માટે સમર્થ હોતા નથી ? આપશ્રી પણ આ મારી વાતનું સમર્થન કરે છે ?