________________
શતક ૭મું : ઉદ્દેશક-૭
૧૩૩ જ હોય છે. અનાદિકાળના લંગેટિયા મિત્ર જેવું મન પણ તેમાં સાથ આપે છે અને મનથી પ્રેરિત થઈને ઈન્દ્રિયે પણ કામને મેળવવા માટે આત્માને સાથ દેવા સદૈવ તત્પર જ હોય છે. એવી સ્થિતિમાં શરાબના નશાની જેમ કામ ભેગોને નશો પણ આત્માને કિર્તવ્યમૂઢ બનાવીને ભયંકરમાં ભયંકર દુકૃત્ય અને દુરાચારે તરફ પ્રસ્થાન કરાવી આપે છે.
- જ્ઞાનરૂપી તલવાર અને વૈરાગ્યરૂપી ઢાલ વિનાના આત્માને પાંચે ઈન્દ્રિયના ૨૩ વિષયરૂપી કામગેની સમૃતિ પ્રતિક્ષણે સતાવી રહી છે. દિવસ અને રાતના ૨૪ કલાક, એક કલાકની ૬૦ મિનિટ, ૧ મિનિટની ૬૦ સેકડ અને એક સેકડની ૬૦ પ્રતિ સેકન્ડ હોય છે. કામગથી વાસિત આત્મા ચાહે ગમે ત્યા બેઠે હશે તેઓ પ્રતિ સેકન્ડ માટે પણ કામગોના વિચાર છેડી શકે તેમ નથી. કદાચ ક્ષણ સ્થાયી અપષ્ટ વૈરાગ્યના કારણે કામભેગોથી થોડી વાર માટે મુક્ત થવાની ચાહના કરે છે, પણ અત્યંત બલવત્તર અવસ્થાને પ્રાપ્ત થયેલા કામને આત્માને છેડતાં નથી અને ગમે તે પ્રતિ સેકન્ડે પણ આત્મા કામોને આધીન બને છે.
બેશક, મેહેરાજાના અત્યંત સશક્ત સૈનિક પદવીને ધારણ કરનારા આ કામગોની સામે વૈરાગ્યરાજાની છાવણી સ્વીકાર કરી પોતાની ન્યૂહરચના જબરદસ્ત બનાવી દીધેલા આત્માની સામે આ કામ હતાશ થઈને કમજોર બને છે. અન્યથા ગમે તેવા સાધકને ચાહે તે નગ્ન હાય, ઉપવાસી હોય કે દીર્ઘતપસ્વી હોય તે પણ નદિષેણ મુનિની જેમ ચલાયમાન કરતાં વાર લાગવાની નથી. મેહરાજાના આ સૈનિકેતુ એટલું જ કામ છે કે તેઓ સાધક માત્રને સૌથી પહેલા પદાર્થ માત્રને સ્પર્શવાની,