________________
૧૩૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કામને અર્થ આ પ્રમાણે કરાય છે. માનસિક જીવનમાં જેની અભિલાષા કરાય, પર તુ શરીરના સ્પર્શ દ્વારથી જે ભેગવવામાં આવતા નથી એટલે કે ઈચ્છા મનથી જેની ઉત્પત્તિ છે, પરંતુ શરીરના ભાગમાં નથી આવતા તે કામ કહેવાય છે અને શરીર દ્વારા જેને ભેગા થાય છે તે ભેગ કહેવાય છે ”
શબ્દ અને રૂપ આ બે કામ છે.
ગંધ, રસ અને સ્પર્શ આ ત્રણે ભેગે છે. ૫ ચેદ્રિયજાતિનામકર્મને લઈ પાંચે ઈન્દ્રિયને પ્રાપ્ત થયેલા જીવને, પાંચે કામ ભેગે હોય છે અહીં કામભોગથી એક વિષયવાસનાને ભેગ જ નહીં લેતા, પાચે ઈન્દ્રિયે પિતપતાના કામમાં અને ભેગમાં અત્યંત આસક્ત બનીને તીવ્ર અભિલાષપૂર્વક તે કામને તથા ભેગોને ભેગવે તે કામગ કહેવાય છે. ઇન્દ્રિયના વિષચે નિયત છે તે આ પ્રમાણે છે
પશેન્દ્રિય-પ્રત્યેક પદાર્થમાં રહેલા સ્પર્શનું ગ્રહણ કરે છે રસેન્દ્રિય–પ્રત્યેક પદાર્થમાં રહેલા મધુરાદિ રસને ગ્રહે છે. ધ્રાણેન્દ્રિય-પ્રત્યેક પદાર્થમાં રહેલા ગંધને ગ્રહે છે. ચક્ષુરિન્દ્રિય-પ્રત્યેક પદાર્થમાં રહેલા રૂપ(વર્ણ)ને ગ્રહણ કરે છે શ્રેત્રેન્દ્રિય-પદાર્શના શબ્દને ગ્રહણ કરે છે.
ઇન્દ્રિયો મનને સ્વાધીન હોય છે અને મન આત્માને સ્વાધીન હોવાથી અનાદિકાળથી આત્માએ અનંત ભવોમાં અનંતાનત પદાર્થોને કામગ કર્યો છે. માટે તે પ્રત્યેક ભવના કામભેગેના સંસ્કારે આત્માના પ્રત્યેક પ્રદેશ ઉપર વિદ્યમાન દેવાથી આપણા આત્માની સહગતિ કામભેગેને મેળવવાની