________________
શતક 9મું : ઉદ્દેશક-૭
૧૩૧ અચિત્ત? જીવ છે કે અજીવ છે? જીને અને અને કામ હોય છે? ભેગ કેટલા પ્રકારે છે? ઈત્યાદિ પ્રશ્નો ગૌતમસ્વામીએ ભ૦ મહાવીરને પૂછ્યા છે અને ભગવાને તેના જવાબ આપ્યા છે.
કામે રૂપી હોય છે, અરૂપી નથી હોતા કેમ કે કામની ઉત્પત્તિ ઈચ્છામાંથી થાય છે અને ઈચ્છા મેહથી ઉદ્ભવે છે. મોહ કર્મરૂપ છે અને કર્મ પુદ્ગલે જ હોય છે પુદ્ગલે રૂપ, રસ, ગ ધ અને સ્પર્શવાળા હોવાથી મૂત અર્થાત્ રૂપી હોય છે, તેથી કામ પણ રૂપી છે. આ જ પ્રમાણે ભેગ માટે પણ જાણી લેવું.
- સચિત્ત અને અચિત્તના સંબધમાં ભગવાને ફરમાવ્યું કેસંસી પ્રાણના રૂપની અપેક્ષાએ કામ સચિત્ત છે અને શબ્દ દ્વવ્યની અપેક્ષાએ તથા અસંજ્ઞી જીવેના શરીરના રૂપની અપેક્ષાએ કામ અચિત્ત પણ છે સારાશ કે સંજ્ઞી જીવનું મન કામને વિષયભૂત કરે છે. “મન” શબ્દથી અહીં ભાવમન લેવાનું છે, કેમકે ભાવમન જ સચિત્ત છે. તેથી જ્યારે તે સંજ્ઞી જીવના મન દ્વારા વિષયભૂત થાય છે ત્યારે વિષય અને વિષયમાં અભેદ માનીને તેને સચિત્ત માનવામાં આવ્યું છે પણ જ્યારે તે કામ અસંજ્ઞી જીવના શરીરનું વિષયીભૂત થાય છે ત્યારે તેને અચિત્ત માનવામાં આવે છે. કેમકે અસંસી જીવનું શરીર પીગલિક હોવાથી અચિત્ત હોય છે માટે કામ પણ અચિત્ત છે
જીવના શરીરરૂપની અપેક્ષાએ કામ જવરૂપ છે અને શબ્દની અપેક્ષાએ તથા પુતળી અને ઢીંગલીની અપેક્ષાએ કામ અવરૂપે પણ છે. કામે જીવને જ હોય છે, અ ને નશી હતા. આ પ્રમાણે ભેગમાં પણ ઘટાવી લેવું.