________________
૧૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ
શરીરની ખરાબ આકૃતિવાળા, સ્થાન, ચ્યા અને ભજન પણ જેમના ખરાબ હશે પ્રત્યેક અંગમાં વ્યાધિઓવાળા, વારંવાર ઠંડી અને ગરમીથી વ્યગ્ર બનેલા, કોધ, માન, માયા અને લાભ મોદાતીત હશે ધર્મ શ્રદ્ધા અને સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા હશે એક હાથ શરીરના પ્રમાણુવાળા, વીસ વર્ષની આયુષ્યવાળા, પુત્ર પૌત્રાદિમાં અત્યંત નેહવાળા, નાની ઉમ્રમાં યુવાવસ્થાને પ્રાપ્ત કરનારા માટે ઘણી સંખ્યામાં પુત્ર-પુત્રીઓના બાપ થશે છઠ્ઠા આરાને અંતે ૭૨ મનુષ્યના કુટુંબે ગંગા અને સિધુ નદીના કનારે વૈતાઢ્ય પર્વતની નિશ્રામાં રહેશે અને જીવન પૂરું કરશે.
તે સમયના મનુષ્યના આહારનું વર્ણન કરતાં ભગવાને કહ્યું કે–બહુ જ થોડા વિસ્તારમાં વહેનારા ગંગા અને સિધુ નદીના પાણીમાં થનારા ઘણુ માછલા અને કાચબાઓને પકડીને રેતીમાં દાટશે, ટાઢ અને તડકાઓથી બફાયેલા તે જીવેનું ભક્ષણ કરનારા તે મનુષ્ય હશે. આ છ આરે ૨૧ હજાર વર્ષ છે.
શીલ રહિત, મર્યાદાને ભંગ કરનારા, પચ્ચક્ખાણ રહિત, પ્રાયઃ માંસાહારી, મસ્યાહારી, મદ્યસેવી તથા મૃત શરીરનો આહાર કરનારા આ છઠ્ઠા આરાના મનુષ્યો મરીને પ્રાયઃ કરીને નરક અને તિર્યંચ ગતિમાં જન્મ લેનારા થશે.
તે સમયના વાઘ, સિંહ, વરૂઓ, દીપડાઓ, રીંછ વગેરે જાનવરે પણ પ્રાયઃ નરક અને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થશે કાગડાઓ, મેર આદિ હિંસક પક્ષીઓ પણ હલકી ગતિમાં જશે.
આવા પ્રકારના સ્પષ્ટ વર્ણન પછી પણ આ વર્તમાન ભવને જે સદ્દકાર્યો દ્વારા સુધારશે નહીં તે તિર્યંચ અને નરકગતિ આપણે માટે તૈયાર છે, જ્યાંથી ઘણા લાંબે કાળે પણ પાછો મનુષ્ય