________________
- ૧૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ શક્તિને ઉપગ નહીં કરે અને હિંસક કાર્યો, અસત્યાચરણ, વેપાર-રોજગારમાં કૂડકપટ, પરસ્ત્રીગમન, શરાબ-પાન આદિ દુષ્ટ કૃત્યામાં પોતાના જીવન પૂરા કરશે તેમને માટે દુર્ગતિના દ્વાર ઉઘાડા જ હશે અને પિતાના ભયંકર કૃત્યે એટલે પાપ દ્વારા હજારો-લાખો-કરોડો જી સાથે જે વૈર બાંધ્યું હશે તેના માઠા ફળે ભેગવવા માટે છઠ્ઠા આરામાં મનુષ્ય કે તિર્યંચ તરીકે જન્મ લેવો જ પડશે.
. સમવસરણમાં બેઠેલા બધાએ જીવને દુર્ગતિના તથા છઠ્ઠા આરાના મહાભય કર દુખે સાંભળીને સદ્ધર્મ, સદ્વર્તનમાં સ્થિર થાય તેવા આશયથી ગૌતમસ્વામીજીએ પૂછયું કે-હે ભગવદ્ ! પાંચમો આરો પૂરો થયે છઠ્ઠા આરામાં ભારતભૂમિને આકાર અને ભાવેને આવિર્ભાવ કે થશે?
હે ગૌતમ! તે સમયે ભારતવર્ષમાં મહાભયંકર દુઃખ ભેગવવા પડશે. જેથી મનુષ્ય “હા, હા ” શબ્દ કરશે. દુખાર્તા પશુઓ “ભા ભાં’ રવ કરશે. ત્રસ્ત પક્ષીઓ ચીચીઆરી કરી કેલાહલ કરશે. કાળના પ્રભાવથી સહન ન થાય તેવા કઠેર, ધૂળથી મેલા, સુસવાટા મારતા ભયંકર વાયુઓ વાવા લાગશે, ચારે બાજુએ ધૂળના ગોટેગોટા ઉડશે, રજથી મલિન અને પ્રકાશ રહિત અંધકારથી વ્યાસ દિશાઓ ધૂમાડા જેવી ઝાંખી લાગશે, કાલની રુક્ષતાથી ચંદ્ર વધારે ઠ ડે લાગશે અને સૂર્ય વધારે ઉષ્ણ લાગશે. ઘણા જ વિકૃત રસવાળા, વિરુદ્ધ સ્વાદવાળા, ખારા અને ખાતર જેવા ધૂસરિત પાણીવાળા, અગ્નિની જેમ દાહક, વિજળીથી ઝબકતા, અપેય પાણીને વરસાવનાર મેઘો થશે. જેથી મૂશળધાર વરસાદ વરસશે. જેમાં આ ભારતવર્ષના પશુ, પક્ષીઓ, મનુષ્ય, વૃક્ષ, લતા આદિ ઔષધિઓને નાશ થશે,