________________
શતક ૭મું : ઉદ્દેશક ૪-૫ ,
પ્રશ્ન–રાજગૃહી નગરીમાં પૂછાયેલા આ પ્રશ્નો છે. હે ભગવન્! સંસારત્વને પામેલા જ કેટલા પ્રકારે છે? ભગવાને કહ્યું કે જે પ્રમાણે જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે, તે પ્રમાણે જ્યાસુધી સમ્ય કૃત્વ અને મિથ્યાત્વક્રિયાને અધિકાર છે, તે રીતે સમજવું. અને જીવાભિગમ સૂત્રમાં આ પ્રકારે પ્રજ્ઞાપના સૂત્રથી જાણી , લેવાની ભલામણ કરી છે. "
આ ઉદ્દેશામાં (૧) છ પ્રકારના જી, (૨) પૃથ્વીઓ, (૩) જીની સ્થિતિ, (૪) ભવ સ્થિતિ, (૫) કાય સ્થિતિ, (૬) નિલેપના, (૭) અણગાર, (૮) સમ્યકત્વ-મિથ્યાત્વ ક્રિયાઓનું વર્ણન છે.
જીવે છે પ્રકારના છે આ વાત ઘણીવાર કહેવાઈ ગઈ છે પૃથ્વીકાય બે પ્રકારે છે. સૂક્ષ્મ પૃથ્વીકાય અને બાદર પૃથ્વીકાય. ,
બાદર પૃથ્વીકાય છે પ્રકારે છે ૧. લક્ષણ પૃથ્વી–મૂલાયમ ઝીણા લેટ જેવી અર્થાત્ પાતળી
ધૂળ. - ૨. શુદ્ધ પૃથ્વી પર્વત આદિના મધ્યમાં ૩. મનઃ શિલા પૃથ્વી–પ્રસિદ્ધ છે. ૪ વાલુકા પૃથ્વી-રેતી રૂપે. ૫. શર્કરા પૃથ્વી–નાના નાના પત્થરના ટૂકડા ૬. ખરા પૃથ્વી–પાષાણ રૂપે.