________________
શતક ૭મું : ઉદ્દેશક-૩ -
(૧૧૭ મિશ્ર–જેમનું કઈક સચિત્ત અને કંઈક અચિત્ત સ્થાન હોય
તે મિશ્ર. શીત –જેમનું સ્થાન શીત-ઠંડા પર્શવાણું હેય. ઉષ્ણ –જેમનું સ્થાન ઉષ્ણુ–ગરમ સપર્શવાળું હોય. મિશ્ર –જેમનું સ્થાન કંઈક શીત અને કાંઈક ઉષ્ણ હોય. સંવૃત્ત -જન્મ લેવાનું સ્થાન જેમનું ઢાંકેલુ હોય, વિવૃત્ત -જન્મ લેવાનું સ્થાન જેમનું ઉઘાડું હોય. મિશ્ર–કાંઈક ઢાંકેલું અને કાંઈક ઉઘાડું હોય તે મિશ્ર.
સૂત્રમાં આપેલી આલુ (બટાટા) આદિ વનસ્પતિઓ અનંતકાય કહેવાય છે. એટલે એક શરીરમાં અન તા જીવો હોય અથવા અનંત જીવેનું એક શરીર હોય તે અનંતકાય. તેને સાધારણ વનસ્પતિકાય પણ કહે છે. અનંત જીવે પણ પુત્રો સત્તા..એટલે તે સૌ જી જુદા જુદા હોય છે અને સૌના કર્મો પણ જુદા છે.
પ્રશ્ન–નરકગતિમાં રહેલે એક નારક જીવ કૃષ્ણ લેશ્યાને સ્વામી હોવા છતાં તે અવકર્મા હોઈ શકે ?
ભગવાને હા”માં જવાબ આપતાં કહ્યું કે, યદ્યપિ નીલ લેશ્યા કરતા કૃણ લેશ્યાવાળે જ મહાકર્મી કહેવાશે, પરંતુ આયુષ્યકર્મની સ્થિતિની અપેક્ષાએ કૃષ્ણ લેશ્યા હોવા છતાં બહુ લાંબા કાળથી નરકમાં રહેતે પિતાના ઘણા કર્મોને ખપાવી દીધા હોય છે જ્યારે નીલ લેફ્સાને સ્વામી નારક હજી તત્કાળ જ , ઉત્પન્ન થયે છે માટે હજુ ઘણુ કર્મો ભોગવવાના છે, માટે આ સ્થિતિ ધ્યાનમાં રાખી મહાકમી કહેવાણે છે.