________________
શતક ૭મું : ઉદ્દેશક–૩
પ્રશ્ન-વનસ્પતિકાયિક જીવો કયારે અલ્પાહારવાળા અને કયારે વધારે આહારવાળા હોય છે?
ચરાચર સંસારના સંપૂર્ણ પ્રશ્નોને યથાર્થ જવાબ આપવામાં સર્વથા અજોડ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે–શ્રાવણ, ભાદર, આસે અને કાર્તિક મહિનામાં વનસ્પતિકાયિક જી સૌથી વધારે આહાર લેવાવાળા હોય છે અને ત્યાર પછીના મહિનાઓમાં ઉત્તરોત્તર આહારની માત્રા અલ્પ હોય છે, અને ગ્રીષ્મ ઋતુમાં સૌથી અલ્પ આહાર લેવાવાળા હોય છે.
પ્રશ્ન-ગ્રીષ્મ ઋતુમાં સૌથી થોડે આહાર લેવાતું હોય તે ઘણી વનસ્પતિઓને લીલા પાંદડા, નવા પુષ્પ, નવા અને તાજા રસદાર ફળે કેવી રીતે આવે ?
આપણે પણ પ્રત્યક્ષ જોઈએ છીએ કે ભય કર ગરમીમાં પણ આબે, રાયણ, લીંબડે, જાંબુડો, લીલી દ્રાક્ષ આદિ બીજી પણ ઘણું વનસ્પતિઓ અને ઝાડે લીલાછમ અને રસદાર હોય છે.
જવાબમાં ભગવાને કહ્યું કે જન્મ લેવાવાળા જે જી ઉણ નિના માલિક હોય છે, તે ગરમીમાં જ ફળે છે. જીવ માત્રને જન્મ લેવાના સ્થાનને ચેનિ કહે છે. તે જુદા જુદા પ્રકારે આ પ્રમાણે હોય છે? સચિત્ત-જન્મ લેવાનું સ્થાન જેમનું સચિત્ત હોય. અચિત્ત-જન્મ લેવાનું સ્થાન જેમનું અચિત્ત હોય.