________________
શતક ૭મું : ઉદ્દેશક-૨
૧૧૧ પાંચ તે અત્યારે નામ શેષ જ રહ્યા છે જ્યારે બુદ્ધદેવનું બૌદ્ધ શાસન અત્યારે વિદ્યમાન છે અને તેમની માન્યતા ક્ષણિકવાદની છે. - જ્યારે નિયાયિકે આત્માને સર્વથા નિત્ય માનતા હતા. તેમની માન્યતા હતી કે આત્મા આકાશ પદાર્થની જેમ એકાંત નિત્ય હોવાથી તેમાં કઈ જાતના ફેરફારને અવકાશ નથી. સુખ –દુઃખની કલ્પનાઓ પ્રકૃતિમાં માયામાં જ સંભવી શકે છે
આમ આત્માને એકાત નિત્ય માનવે કે એકાંત ક્ષણિક માનવે? અને આના જેવી બીજી ચર્ચા-વિતંડાવાદમાં જ ભારતના મહાપ ડિત ગોથા ખાઈ રહ્યા હતા. કેઈક સમયે ચર્ચાઓ ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરતી, ઠંડાડડી પણ થઈ જતી હતી રાજસત્તાઓ પણ આ પંડિતાના ચક્રાવે ચઢી ચૂકી હતી. હારેલાને જીવતા ધગધગતી કડાઈઓમાં હોમવાની શરતે પણ થતી. આમ દેશ ત્રસ્ત અને કિંકર્તવ્ય વિમૂઢ અવસ્થામાં હતે.
પરાકશ્યપની માન્યતા આ પ્રમાણે હતી કે–“મનુષ્ય જે કાંઈ કરે છે તે આત્મકૃત નથી છેદન–ભેદન, મરવું–મારવ . ચેરી, મિથુન આદિમાં પાપ નથી દાન-પુણ્ય આદિમાં ધર્મ નથી. આવી રીતે પિતાની અનુકૂળ માન્યતાને લઈને જનતાનો માટે વગ પૂરણકશ્યપને ભક્ત બની ગયેા હતો. પર ત તે બદ્ધદેવના પ્રભાવને સહન કરી શક્યા નહીં, અને જળસમાધિ લઈને ભારતભસિમાંથી અદશ્ય થઈ ગયા અજિતકેશ કંબલીની માન્યતા ચાર્વાક જેવી જ હતી. ખાઈપીઈને ખૂબ મજા કરો, સ્વર્ગ-નરક જેવું કાંઈ છે જ નહીં, મર્યા પછી પાછું કેઈ આવવાનું નથી
પ્રકૃધ કાત્યાયનના મતમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાય. સુખ-દુખ અને જીવ આ સાતે ત અકૃત, અનિમિત્ત, અબદ્ધ અને ટસ્થ છે, માટે કંઈ મારનાર નથી અને કોઈ મરનાર નથી.