________________
૧૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સંસારના પ્રત્યક્ષ અનુભવાતાં સુખ–દુઃખ, સંચાગ-વિયાગ, આદિ વ્યવહારને પડતા મૂકી કેરી બુદ્ધિ કલ્પનાથી ઘેડા દોડવવામાં કર્યો હેતુ સિદ્ધ થવાનું હતું ?
હિસા, જુઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહના પાપથી ખદબદી ગયેલાઓને સ્વર્ગ અને મોક્ષના પાઠ ભણાવવાથી સાંત્વના કઈ રીતે મળશે? આ બધી વાતને પ્રત્યક્ષ કર્યા પછી જ ભગવાન મહાવીર સ્વામીએ સ્વાદુવાદની વિચારસરણીથી અને અહિંસાની સંપૂર્ણ સ્થાપના દ્વારા બધા પાખડોને ઘટસ્ફોટ કરી એક જબરદસ્ત ક્રાંતિ કરી સૌને સત્યનું ભાન કરાવવામાં સ પૂર્ણ સફળ બન્યા.
નિશ્ચિત હકીકત એ છે કે ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી સમય જતાં વેદવિહિત હિંસાએ પિતાનું તાંડવનૃત્ય ફરીથી શરૂ કરી દીધું હતું. માસાહારની સાથે સુરાપાન અને સુંદરી (પરસ્ત્રી)ને સહવાસ નકારી શકાતું નથી. આમ વધી ગયેલા સુરસુંદરી અને શિકારની ત્રિપુટીએ મોટા મોટા પંડિત, મહાપંડિત, શ્રીમંતે અને સત્તાધારીઓને પિતાના ફસામાં લઈ લીધા હતાં.
જ્યાં માનવ સમાજનું ચિત્રામણ જ કદરૂપું હોય ત્યાં શાસ્ત્રીય જ્ઞાન અને તર્કોપણ કદરૂપા બની માનવ સમાજને કિ કર્તવ્યમૂઢ બનાવી દે છે ત્યારે જ ભગવાન મહાવીર સ્વામીની હયાતિમાં પિતાની જાતને તીર્થકર રૂપે માનનારી છ વ્યક્તિઓએ પિત પોતાની અનુયાયી મંડળીમાં ધર્મના સિદ્ધાંતને ઘણું જ વિકૃત રૂપે બનાવી દીધા હતા.
કથિત તીર્થકરોના નામો આ પ્રમાણે છે :–૧. પૂરણ કશ્યપ, ૨ અજિત કેશકુંબલી, ૩. પ્રફુલકાત્યાયન, ૪. સંજયલઠ્ઠીપુત્ર, ૫ મંખલી પુત્ર ગોશાળે, ૬. બુદ્ધદેવ. આ છમાંથી પહેલાના