________________
૧૦૯
શક ૭મું : ઉદ્દેશક-૨
આ સૂત્રથી જાણવાનું મળે છે કે–મહા પુર્યોદય હાય, ભવભવાંતરમાં જૈનધર્મ મળવાને હોય તેવા ભાગ્યશાળીઓને પ્રત્યા
ખ્યાન ધર્મ ઉદયમાં આવે છે, અથવા જાણી બુઝીને જ્ઞાનપૂર્વક પિતાના પુરુષાર્થ બળને દઢ કરીને પ્રત્યાખ્યાનને ઉદયમાં લાવે છે.
ભેગ અને ઉપભેગમાં આવનારા પદાર્થોમાંથી જે પદાર્થો લેહી, માંસ, ચામડી, થક તેમજ ધાર્મિક મર્યાદાઓને બગાડ નારા હોય, તેઓને ત્યાગ સમજદારીપૂર્વક કરવાથી શરીરનું આરોગ્ય સચવાશે, પાપભીરુતા કેળવાશે, ત્યાગની ભાવના ઉત્પન્ન થશે અને રહેતાના ત્યાગપ્રધાન ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધશે. પ્રશ્ન-જીવો શાશ્વતા છે કે અશાશ્વતા?
જુદા જુદા સ્થાનેથી જે જે વિચારધારાઓ શ્રી ગૌતમસ્વામીને કણું ગોચર થતી તે બધી વાતને લક્ષ્યમાં રાખીને ભગવાન મહાવીરના મુખેથી તેને નિર્ણય કરવા માટે આ બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે સમયે પશુ હત્યા, પક્ષી હત્યા, મધપાન, પરસ્ત્રીગમન આદિ પાપિ પિતાની મર્યાદા વટાવી ચૂક્યા હતા. શુદ્રોને તિરસ્કાર અને સ્ત્રીઓની અવહેલના પણ ડગલે અને પગલે થવા લાગી હતી. દાર્શનિક વાયુદ્ધો આગળ વધીને ડડા ડ ડી સુધી પહોચી ગયા હતા. ભગવાન્ મહાવીરસ્વામીના કેવળજ્ઞાન પછી આચાર સંહિતા કંઈક લાઈન પર આવી હતી. પરંતુ વિચાર ક્રાંતિ વિના આચાર સંહિતા દૃઢ શી રીતે બને ? તે માટે જ ભગવાને સ્વાદુવાદના માધ્યમથી જનમાનસમાં એક જબરદસ્ત કાંતિ ઉભી કરી અને લોકોને સાચી દિશામાં વિચાર રતાં કરી દીધાં. પંડિતેના મસ્તિષ્કમાં જે ખાટાં ભૂસા ભરાઈ ગયા હતા, તેમને અનેકાતવાદરૂપી અમૃતના પાનથી નિર્મળ બનાવી પોતાના પાકા અનુયાયી બનાવી દીધાં.