________________
૧૦૫
શતક ૭મું : ઉદ્દેશક-૨ કરું છું, સર્વ પ્રકારના મૈથુનને મન-વચન-કાયાથી ત્યાગ કરૂં છું, અને સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ કરૂં છું. (૨) દેશથી મૂળગુણ પ્રત્યાખ્યાન પણ પાંચ પ્રકારે છે :१ थूलाओ पाणाइवायाओ वेरमण २ थूलाओ मुसावायाओ वेरमण ३ थूलामो अदिन्नादाणाओ वेरमण ४ थूलाओ मेहुणाओ वेरमण ५ थूलाओ परिग्गहाओ वेरमण
અર્થાત્ જેમનું આત્મબળ કર્મોને કારણે દબાઈ ગયું હોય તે ભાગ્યશાળીઓ સૂમ પ્રકારે સર્વથા હિંસા આદિ ન ત્યાગી શકતા હોય તેમને માટે સ્થૂલરૂપે પાંચે પાપને ત્યાગવાની પ્રતિજ્ઞા કરવાની હોય છે.
ઉત્તરગુણ પ્રત્યાખ્યાન પણ બે પ્રકારે છે –
(૧) સત્તર ગુણ પ્રત્યાખ્યાન (૨) દેશેત્તર ગુણ પ્રત્યાખ્યાન. તેમાંથી સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાનના દશ ભેદ છે – ૧. અનાગત તપ–પર્યુષણ પર્વ આવતા જે તપ કરવું જોઈતું
હતું તે કારણવશ પહેલાં ન કર્યું. ૨. અતિક્રાંતા–કારણવશ પર્યું પણ પછી કર્યું. ૩. કોટિસહિત–એક તપ જે દિવસે પૂરો થાય તે જ દિવસે
બીજે તપ ચાલુ કરે. ૪. નિયંત્રિત-વિન આવ્યું છતે નિયમિત દિવસે જ તપ કરે. ૫. સાકાર તપ-આકાર (મહત્તરાગાંરે આદિ) એટલે અપવાદ
સાથે તપ કરે.
-
1
-
-
.