________________
૧૦૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જૈન શાસનમાં બધાએ આગમનું સંગ્રહાત્મક આગમ શ્રી દશવૈકાલિક સૂત્ર છે. તેમાં “પઢમં નાઈ તો ય”નું વિધાન છે કેમકે જ્ઞાન વિનાને જીવ દયા કેની પાળશે. માટે જીવાદિકનું જ્ઞાન જ આત્મ કલ્યાણ માટે શ્રેયસ્કર છે.
પચ્ચક્ખાણ સંબંધીના પ્રશ્નોત્તરે પચ્ચક્ખાણ-પ્રત્યાખ્યાન એટલે સંપૂર્ણ અથવા આંશિક પાપના દ્વાર બંધ કરવા તેને પચ્ચકખાણ કહેવાય છે. તે બે પ્રકારે છે :– (૧) મૂળગુણ પચ્ચકખાણ (૨) ઉત્તરગુણ પચ્ચક્ખાણ. મૂળગુણ પચ્ચક્ખાણ પણ બે પ્રકારે છે – (૧) સર્વ મૂળગુણ પચ્ચક્ખાણ (૨) દેશમૂળગુણ પચ્ચક્ખાણુ.
સર્વ મૂળગુણ પચ્ચક્ખાણ એટલે પાંચે મોટા પાપને ત્રિવિધે ત્રિવિધે- સર્વથા ત્યાગવા. તે આ પ્રમાણે –
१ सव्वाओ पाणाइवायाओ वेरमण २ सव्वाओ मुसावायाओ वेरमण ३ सव्वाओ अदिन्नादाणाओ वेरमण ४ सव्वाओ मेहुणाओ वेरमण ५ सव्वाओ परिग्गहाओ वेरमण
અર્થાત મન-વચન-કાયાથી સંપૂર્ણ જીવ હત્યાને હું કરીશ નહીં, કરાવીશ નહીં અને કરનારને સ ગ કરીશ નહીં
આ પ્રમાણે સર્વ અસત્યવાદને અને સર્વ અદત્તાદાનનો ત્યાગ -