________________
૯૭
શતક ૭મું : ઉદ્દેશક-૧ તેમાં પુદ્ગલ દ્રવ્યે નીચેની તરફ જાય છે અને જીવ દ્રવ્ય ઊંચે જાય છે. આ સ્વાભાવિકી ગતિ છે જ્યારે સ્વભાવ વિરુદ્ધ ગતિ પ્રયોગથી થાય છે. જેમ પત્થર આદિ ભારે દ્રવ્યને માણસ ઉપર કે કે ત્યારે તે ઉપર જાય છે અને કર્મોના પ્રાગથી જીવાત્મા નીચેની તરફ જાય છે. પરંતુ જેમને સંગનો અભાવ હોય છે તે દ્રવ્ય પોતપોતાની ગતિ કરે છે. આ પ્રમાણે કર્મોના સંસર્ગથી મુક્ત થએલો જીવ ઊર્ધ્વગતિ કરી એક જ સમયમાં સિદ્ધશિલા ઉપર પહોચી જાય છે.
૪. બંધને છેદ થવાથી
જેમ વટાણાની શીંગ, મગની શીંગ, અડદની શીંગ, એરંડ'નું ફળ તડકે મૂક્યા પછી જ્યારે સર્વથા સુકાઈ જાય છે ત્યારે તે દાણા શિગ ફેડીને પણ ઉપરની બાજુ ઉછળે છે અને બીજે સ્થાને પડે છે. તે પ્રમાણે કર્મોના બંધને વિચ્છેદ થવાથી કર્મ રહિત જીવ પણ તે જ સમયે (એટલે કે જે શરીરથી શૈલેશીકરણ કર્યું છે તે શરીરથી છૂટવાને અને મેક્ષ પ્રાપ્ત કરવાને સમય પણ એક જ છે ) સિદ્ધશિલા તરફ ગતિ કરે છે
ધૂમાડાની ગતિ પ્રતિબંધ સિવાય જેમ ઊધર્વ હોય છે તેમ જીવની ગતિ પણ ઊર્ધ્વ છે. પ પૂર્વના પ્રયોગથી : | ચાકડામાં ભરાવેલા દંડને કુંભાર જોરથી ભમાવે છે અને ચાકડે તેજ ગતિથી ગળગળ ફરવા માડે છે એટલે કુંભાર દંડને કાઢી લે છે છતાં પણ પહેલાના વેગપૂર્વકના પ્રયત્નથી ચાકડે ચાલતો જ હોય છે. તેમ અનાદિકાળના શરીરને છોડવા માટે આ આત્માએ જે પ્રયત્ન વિશેષ કર્યો હતો તેના બળથી જ