________________
શતક ૭મું : ઉદ્દેશક-૧
૯૫ જ્યારે મારી નાખવાના ઈરાદાથી હાથમાં તલવાર લઈને બીજા માણસની પાછળ દોડનારે હજ તેણે તલવાર મારી નથી છતાંએ પોલીસ તેને હત્યાને ઈરાદે સ્પષ્ટ હોવાથી પકડી લેશે અને અપરાધી તરીકે કસ્ટડીમાં પૂરી દેશે.
એજ પ્રમાણે હૃદયમાં દયાભાવ છે, જીવન અહિ સામય છે, લીધેલા વ્રતે પ્રત્યે પૂરી સાવધાની છે તે સાધક નિરતિચાર છે અને કર્મથી લેપતે નથી.
પ્રશ્ન–પંચ મહાવ્રતધારી મુનિરાજોને તથા સાધ્વીજી મહારાજેને પ્રાસુક (નિવ) એષણય (દોષરહિત) અન્ન-પાણી આપનાર શ્રાવકને શું ફળ મળશે ?
જવાબમાં ભગવાન મહાવીરે કહ્યું કે––શ્રમણોને અન્ન-પાણી આપનાર શ્રાવકને સમાધિ પ્રાપ્ત થાય છે. સારાશ કે મુનિરાજને આહાર–પાછું આપવાથી, તેમને ગેચરી માટેના ઘરો બતાવવાથી અને વૈયાવચ્ચ-સેવા કરવાથી આવતા ભવમાં આવા પવિત્રતમ કાર્યો કરનાર ભાગ્યશાળી શ્રાવકને સમાધિ, સમતા. શાંતિ, સંતેષ પ્રાપ્ત થાય છે.
મુનિને ગોચરી–પાછું આપનાર શ્રાવકને નીચેની વસ્તુઓ પ્રાપ્ત થાય છે. (૧) જીવનનિર્વાહ માટે પરિશ્રમ કરી મેળવેલા દ્રવ્ય પ્રત્યે ત્યાગની
ભાવના પ્રગટે છે. મુનિરાજોને દાન આપવાની ભાવના જાગે
છે અને સત્કાર્યોમા ધનને વ્યય થાય છે. (૨) અન્ન-વસ્ત્ર આદિ દુલ્યાજ્ય હોય છે તેને પણ ત્યાગવાની
ભાવના થાય છે અને શ્રદ્ધાપૂર્વક સાત ક્ષેત્રમાં પોતાના દ્રવ્યને વાપરે છે.