________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આટલું સ્પષ્ટ જ્ઞાન થયા પછી શ્રમણોપાસક શ્રાવક-શ્રાવિકાએ સમ્યજ્ઞાનમાં પિતાનું મન પરોવીને ૪૮ મિનિટને માટે સામા યિકમાં પિતાની ઇન્દ્રિયને વશમાં કરી, મૌન વ્રતનું પાલન કરી કોઇની સાથે વાત કરવાનું છોડી એક જ આસને સ્થિર થઈ ધ્યાનમાં બેસશે તે ઘણા કષાયભાવથી બચી શકશે કેમ કે કષાયોને છેડવા, પ્રમાદનો ત્યાગ કરવા અને નિ સ્પૃહભાવ અનાસક્તિ કેળવવા માટે જ સામાયિક કરવાની હોય છે.
પ્ર–કે શ્રમણોપાસકે (શ્રાવકૅ) “ત્રસ જીવેને ન મારવા આવું પ્રત્યાખ્યાન લીધા પછી પૃથ્વીને ખેદતાં કે ખેડતાં ત્રણ જી મરી જાય તે તેના પ્રત્યાખ્યાનમાં–પ્રતિજ્ઞામાં અતિચાર લાગશે?
કેઈએ વનસ્પતિની હત્યા ન કરવી આવું પ્રત્યાખ્યાને લઈને પણ પૃથ્વીકાય ખેદતાં વૃક્ષના મૂળને છેદી નાખે, તેડી નાખે તે તેના પ્રત્યાખ્યાનમાં અતિચાર લાગશે?
આ બંને પ્રશ્નોને જવાબ આપતાં ભગવાને ફરમાવ્યું કે, ક્રિયા થવા છતાં પણ લીધેલી પ્રતિજ્ઞામાં અતિચાર લાગતું નથી. કારણ કે સૌ પહેલા તે શ્રાવકને સંક૯પ પૂર્વક જીવહિંસા ન કરવી, આ પ્રમાણેની પ્રતિજ્ઞા હેાય છે. અને લીધેલી પ્રતિજ્ઞા પાળવા શ્રાવક સચેત હોય છે તેમજ ત્રસજીને કે વનસ્પતિને મારવાને સંકલ્પ છે જ નહિ, માટે તેને અતિચાર લાગતું નથી સારાંશ કે પરિણામે બંધ હોય છે. ક્રિયા કરતાં આત્માના જેવા પરિણામ હોય છે તે જ કમેને બંધ પડે છે
બાળકને રમાડતાં બાળક હાથમાંથી પડી ગયું અને મરી ગયું છતાં તેમાં હત્યાને ઈરાદે જરા પણ નહીં હોવાથી તે માણસ નિરપરાધી છે અને તેના ઉપર કેસ ચાલતું નથી.