________________
શતક ૭મું ઉદ્દેશક-૧
૯૩ હોય છે કેમકે તે સમયે પણ શ્રમણોપાસક પિતાની ક્રિયા પ્રત્યે, પિતાને આવડતાં સૂત્રે પ્રત્યે, બીજાને કાંઈ પણ ન આવડતું હોય તેના પ્રત્યે અંદર-અંદર અભિમાનની માત્રા જરૂર દષ્ટિગોચર થશે “હું છું તે આ ગામમાં થોડી ઘણી ધર્મ પ્રવૃત્તિ દેખાય છે મારી જેવી સ્નાત્ર પૂજા બીજાને કોને ભણાવતાં આવડે છે. મારા જેવા સ્પષ્ટ સૂત્રે કોને બોલતાં આવડે છે.” આવી ભાષા ઉપરથી અંદરને અહંકાર જરૂર દેખાઈ આવે છે
કદાચ કોઈ ભાગ્યશાળીને આટલું અભિમાન નહીં હોય તે એ પ્રતિક્રમણ કરતાં પિતાની શિથિલતાને–પ્રમાદને પ્રમાણુક્ત ક્રિયાને છુપાવવાની ભાવના દેખાઈ આવે છે. પોતે ભલે ઊંઘતે ઊંઘતે પ્રતિક્રમણ કરતે હોય પણ તે વાતને છૂપાવવા ટૅગ એ રચશે કે ભાઈ સાહેબ ધ્યાનમા-એકાગ્ર બેઠા છે
જ્યારે અમુકમાં લોભના દર્શન વિશેષ થશે. હું ટ્રસ્ટી છે માટે મારે હક આગળ બેસવાનો છે. પ્રતિક્રમણમાં પણ હવાવાળી બારી પાસે બેસીશ. અમુક સૂત્રો બાલવા માટે સાધુમુનિરાજેએ મને આદેશ આપવા જ જોઈએ આ પ્રમાણે સત્તામાં પડેલે લેભ સાફ સાફ દેખાઈ આવશે. માટે જ ભગવતી સૂત્રમાં કહ્યું છે કે-શ્રમપાસકને સાંપરાયિકી ક્રિયા જ હોય છે.
કષાયભાવ જ આત્માને માટે અધિકરણ છે. જો કે તલવાર, ગંદક, છરી, લાકડી, કલમ, જીભ આદિ શસ્ત્રો પણ અધિકરણ જ કહેવાય છે. પણ તેનાથી દ્રવ્ય હિંસા થાય છે જ્યારે કષાયે એ ભાવ હિંસાનું કારણ છે કારણ કે તેનાથી આત્માના ગુણે દયા, સરળતા, નમ્રતાને જ નાશ થશે. દ્રવ્ય હિંસા કરતાં ભાવ હિંસા અતિ ભયંકર અને ખતરનાક છે.