________________
ર
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ક્રિયા ઐયપથિકી કહેવાય છે શેષ જીવની ક્રિયા સાંપરાયિક કહેવાય છે.
જવાબમાં ભગવાને ફરમાવ્યું કે-શ્રાવક ગમે તે ત્યાગી, તપસ્વી કે વ્રતધારી હોય તે પણ તે ગૃહસ્થાશ્રમી છે અને ગૃહસ્થાશ્રમી સર્વદા પત્ની, પુત્ર, પૌત્ર, વ્યાપાર અને સંસારના વ્યવહારથી ઓતપ્રેત હોય છે. માટે તેને આત્મા કષાય ભાવ વાળો હોવાથી તેને સાંપરાયિકી કિયા લાગે છે.
સંપરાયને અર્થ કષાય છે. જેનાથી સ સારની વૃદ્ધિ થાય, ભવ પરંપરા વધવા પામે અને અનેક જ સાથે વર-વિરોધ કરાવે, તે કષાય કહેવાય છે.
ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાય છે, ક્રોધ ઉપર કાબૂ મેળવે કદાચ સહેલો હોઈ શકે છે પરંતુ માન અજગર જે હોવાથી ભયંકર છે જ્યારે માયાને નાગણ જેવી કહી છે અજગરને વશ કરવું સહેલું છે, પણ નાગણને વશ કરતાં ભલભલા ગોથા ખાઈ જાય છે અને તેને રાક્ષસની ઉપમા આપી છે સંસારમાં જેટલા પાપો છે, તેનો બાપ લભ છે જેની સત્તા ઠેઠ દશમા ગુણસ્થાનકે પણ વિદ્યમાન છે માટે જ શ્રમણોપાસક ગૃહસ્થી હોવાના કારણે કષાયથી યુક્ત હોવાના કારણે ઈચ્છાએ કે અનિરછાએ પણ સાંપરાયિકી ક્રિયાને સ્વામી બનશે. જો કે બધાએ કાળમાં તેને કષાયે હોતા નથી છતાં પણ તેનું ખાવુ, પીવું, સુવું, ઉઠવુ, લખવું અને બલવું પ્રાયઃ કષાયજન્ય જ હોય છે. પ્રાયઃ કરીને શ્રાવકની પ્રવૃત્તિ કષાયભાવવાળી જ હોય છે
ઘડીભર માની લઈએ કે શ્રાવક ઘણી પ્રવૃત્તિઓમાં કોધ નથી કરતો. ત્યાં પણ માન-અભિમાન કે મદની માત્રા તે જરૂર