________________
શતક ૭મું : ઉદ્દેશક-૧
ત્રણે સમયમાં વિગ્રહગતિ આ પ્રમાણે થશે. ત્રસ નાડીની બહાર વિદિશામાં રહેલો કેઈ જીવ જ્યારે અધોલેકથી ઊર્વલોક ત્રસ નાડીની બહાર વિદિશામાં ઉત્પન્ન થાય, ત્યારે તે અવશ્ય પ્રથમ સમયે વિશ્રેણીથી સમણિમા આવશે. બીજા સમયે બસનાડીમાં પ્રવેશ કરશે, ત્રીજા સમયે ઊર્વીલેકમાં જશે અને ચતુર્થ સમયે લેકનાડીથી બહાર થઈ ઉત્પત્તિ સ્થાને ઉપજશે. અહીં આદિના ત્રણ સમય વિગ્રહગતિના સમજવા
જે નારકાદિ ત્રસ જીવે મરીને ત્રસ એનિમાં ઉત્પન્ન થાય, તેનું ત્રસ નાડીથી બહાર જવું આવવું ન થાય, માટે ત્રીજા સમયે તે અવશ્ય આહારક હોય છે.
જેમ કે કાઈ મસ્યાદિ ભરતક્ષેત્રના પૂર્વભાગથી ઐરવતક્ષેત્રના પશ્ચિમ ભાગની નીચે નરકમાં ઉત્પન્ન થાય તે જી એક સમયે ભારતના પૂર્વ ભાગથી પશ્ચિમભાગ તરફ જાય. બીજા સમયે એરાવતના પશ્ચિમભાગ તરફ જાય, અને ત્રીજા સમયે નરકભૂમિમાં જાય ઉત્પન્ન થવાના પ્રથમ સમયે અને ભવના છેલ્લા સમયે જી અલ્પાહારવાળા હોય છે.
પ્રશ્ન—ઉપાશ્રયમાં સામાયિક કરનાર શ્રાવકને શું પથિકી કિયા લાગે? કે સાપરાચિકી ક્રિયા લાગે ?
મન, વચન અને કાયામાં વન્તરાય કર્મના ક્ષપશમને લઈને શુભ કે અશુભ જે કાંઈ પરિસ્પંદન (હીલચાલ ) થાય છે તે ક્રિયા કહેવાય છે.
રાગદ્વેષને સર્વથા ક્ષય થયા પછી અથવા આત્માની તેવા પ્રકારની વીતરાગ અવસ્થા પ્રાપ્ત થયા પછી તે મહાપુરુષની