________________
શતક ૭મું : ઉદ્દેશંક-૧ આ સાતમા શતકમાં અનુક્રમે દશ ઉદ્દેશાઓ છે, અને તેમાં નીચેના વિષયે આવે છે
૧ આહાર, આહારક અને અનાહારક. ૨ અપ્રત્યાખ્યાન. ૩ સ્થાવર વનસ્પતિનું કથન. ૪ સંસારી જીવની વક્તવ્યતા. ૫ પક્ષી સંબંધી ૬ આયુષ્ય સંબંધી ૭ સાધુઓની ચર્ચા. ૮ છદ્મસ્થ જી. ૯ પ્રમાદી સાધુ. ૧૦ કાલેદાયી આદિ અન્ય તીર્થિકોના પ્રશ્નો. .
પ્રશ્ન–હે પ્રભો ! જીવ કયા સમયે આહાર વિનાનો હોય છે?
જવાબમાં ભગવાને ફરમાવ્યું કે-જીવમાત્રને બે પ્રકારના આહાર હોય છે. અનાગનિવર્તિત આભેગનિવર્તિત. તેમાં ઉત્પત્તિના પ્રથમ સમયથી જીદગીના છેલ્લા શ્વાસ સુધી અનિ. ચ્છાએ ઔદારિકાદિ પૌગલિક આહાર થતું રહે છે, તે અનાજોગિક આહાર કહેવાય છે જ્યારે બીજા પ્રકારનો આહાર ઈચ્છાપૂર્વક થાય છે. જુગતિથી બીજા શરીરને ધારણ કરવા માટે પહેલાનું ચાલુ શરીર છેડવું અને બીજા શરીર માટે આહાર લેવો તે બંને એક જ સમયમાં થાય છે માટે એકની ઋજુગતિમાં સંસારી જીવ અનાહારક નથી અને સિદ્ધને જીવ અનહારક છે.
પરંતુ વકગતિથી ભવાંતર કરવા માટે બે સમય લાગે ત્યારે પહેલે મમય અનાહારક, બે વક્રગતિ કરવી પડે તે જીવને સ્વરસ્થાને ઉપજતાં ત્રણ સમય લાગે તેમાં પહેલાના બે સમય અનાહારક અને ત્રણ વક્રગતિએ ચાર સમય લાગે. ત્યારે પહેલાના ત્રણ સમય અનાહારક એટલા આહાર વિનાના હોય છે.