________________
શતક ૬ઠું = ઉદ્દેશક-૧૦ પુદગલેને આત્મ દ્વારા ગ્રહણ કરી આહેરતા નથી, તેમ પરંપરાક્ષેત્રાવગાઢ પુલને આત્મ દ્વારા ગ્રહણ કરી આહુરતા નથી. એવી રીતે વૈમાનિક સુધી જાણવું.
કેવલી ભગવાન સર્વત્ર મિત–અમિત બધું જાણે છે. માટે તેઓ ઈદ્રિ દ્વારા જાણતા-જોતા નથી, પણ જ્ઞાનથી જાણે જૂએ. કેવલીનું દર્શન નિવૃત છે.
-
-
-
: દશમો ઉદ્દેશક સમાસ :
જગપૂજ્ય, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, સ્વ ૧૦૦૮ શ્રી વિજ્યધર્મ સુરીશ્વરજી મહારાજના શિષ્ય શાસન દીપક, મહાન લેખક, વક્તા, કવિ, સંગીતકાર, સ્વ. શ્રી વિદ્યાવિજયજી મહારાજ જિંદગીની છેલ્લી ક્ષણ સુધી શાસનની સેવા અને સમાજની ચિંતામગ્ન હતાં.
સંસ્થાઓના સંચાલનમાં પૂર્ણ મસ્ત હોવા છતાં પણ ભગવતી સૂત્રના છ શતક સુધી તેઓ લેખન કાર્ય કરી શકયા હતાં. આથી તેઓ આગમના પણ જ્ઞાતા હતા. પાંચ શતક સુધીને પ્રથમ ભાગ બહાર પડી ચૂક્યા છે. જ્યારે બીજા ભાગમાં - શતક જેના ઉપર તેમના શિષ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમારશ્રમણ) મહારાજે પોતાની અપમતિ અનુસાર યથાશકય વિવેચન કરી આ શતક પૂર્ણ કર્યું છે.
| સર્વે જીવાઃ સુખિનઃ સતુ - ૬ઠું શતક સમાપ્ત ક