________________
શતક દડું : ઉદ્દેશક-૧૦ જીવ
આ ઉદ્દેશકમાં જીવોનું સુખ-દુ:ખ, જીવ જીવનું પ્રાણધારણ, તેમજ ભા, એકાંત દુઃખવેદન, આત્મ દ્વારા પગલો ચહેણ અને કેવલી–એ બાબતો છે. સાર આ છે.
કેઈ કહે છે કે રાજગૃહમાં જેટલું જીવે છે એટલા જીવોને બેરના ઠળીયા, વાલ, ચેખા, અડદ, મગ, જૂ, અને લીખ જેટલું પણ સુખ–દુઃખ કાઢીને કોઈ બતાવવા સમર્થ નથી, પરંતુ મહાવીરસ્વામી કહે છે કે સર્વલોકમાં પણ સર્વ જીવોને દેઈ સુખ–દુઃખ કાઢીને બતાવવા સમર્થ નથી.
જીવ નિયમે ચિતન્ય જીવ છે અને જીવ ચૈતન્ય પણ નિયમે જીવ છે.
નરયિકે નિયમે જીવ છે, પણ જીવ તે નિરયિક પણ હોય, અનૈરયિક પણ હોય. અસુરકુમાર નિયમે જીવ છે, ને જીવ તે અસુરકુમાર યે હોય અને ન પણ હોય. યાવત્ વમાનિક સુધી એમ જાણવું.
પ્રાણ ધારણ કરે તે નિયમે જીવ કહેવાય, પણ જે જીવ હોય તે પ્રાણ ધારણ કરે કે ખરે, ને ન પણ કરે.