________________
શતક ૬ ઠું : ઉદ્દેશક-૭
જુદા જુદા અનાજની નિ કયાં સુધી રહે
આ ઉદ્દેશામાં જુદી જુદી જાતના ધાન્યની નિ સચિત ક્યાં સુધી રહી શકે તે બતાવ્યા પછી ગણનીયકાળ અને ઉપમેયકાળનું વર્ણન કર્યું છે. સાર આ છે -
કોઠારમાં ભરેલે, વાંસના પાલામાં ભરેલે, માચામાં માળામાં રાખેલ, છાણથી લીધેલા, ઢાંકેલા, એમ અત્યંત સંભાળપૂર્વક રાખેલ શાલી, ત્રિીહિ, ઘઉં, યવ અને યવચવની નિ ઓછામાં ઓછી અંતર્મુહર્ત અને વધારેમાં વધારે ત્રણ વર્ષ સુધી કાયમ રહે. તે પછી તે નિ જ્ઞાન થાય, નાશ પામે, તે બીજ અબીજ થાય.
ઉપર પ્રમાણે જ સંભાળી રાખેલ કલાય, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચેખા, તુવેર અને ગોળ ચણા એ ધાન્યની નિ વધારેમાં વધારે પાંચ વર્ષ રહે.
તેવી જ રીતે અલસી, કસુંભ, કોઢવા, કાંગ, બરબંટી–એક પ્રકારની કાંગ, એક પ્રકારના કદ્રવા, શણ,