________________
શતક ૬ઠું = ઉદ્દેશક-૬
૭૫ ‘બાલ્યકાળની અજ્ઞાન અવસ્થામાં ગદ્ધા પચ્ચીસી જેવી યુવાઅવસ્થામાં અને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન ઉત્પન્ન કરનારી પ્રૌઢાવસ્થામાં જે કાંઈ અશુભ કર્મો કર્યા હોય તે બધાએ એક પછી એક યાદ આવતા જાય છે અને આપણે જીવાત્મા વીતી ગયેલી ક્ષણે માટે ભય કર અફસેસ કરતે, કરાયેલા પાપને માટે પશ્ચાત્તાપ સેવતા, સર્વથા અસહા માનસિક વેદનાઓને ભેગવે છે.
ઋષિ-મહર્ષિઓ કહે છે કે તે સમયની વેદનાઓ એટલી બધી તીવ્ર હોય છે કે બોલવાની ઈચ્છા છે છતા બેલી શકાતું નથી, પરિવારને કંઈક કહેવાની ઈચ્છા છે છતાં કહી શકાતુ નથી, અને એક બીજાની સામે આંખે ફાડીને જેતે જાય છે તથા ચારે બાજુ વિખરાયેલી પિતાની માયાને ટગર-મગર જેતે જાય છે અને આંખમાંથી પાણી ટપકાવતે જાય છે.
અસહ્ય વેદનાઓ જ્યારે સીમાતીત વધી જાય છે ત્યારે સનેપાતમાં સપડાયેલા જીવની વેદનાને કેવળી ભગવાન સિવાય બીજે કઈ જાણી શકતા નથી. મરનારને ખબર પડી ગઈ હોય છે કે મારે જીવનદીપ બુઝાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સર્વથા લાચાર બની ગયેલા આત્માને સંસારને કઈ પણ માણસ દુઃખ-મુક્ત કરી શકતા નથી.
કર્મોની તીવ્રતા હોય અને વેદના અસહ્ય બની ગઈ હોય ત્યારે તે અવસ્થાને “મરણ સમુદુઘાત” કહેવાય છે. ભવાંતરને માટે બેડી જેવું આયુષ્યકમ બ ધાયું ન હોય તે મૃત્યુ સમયે પણ બાંધ્યા વિના છુટકારે નથી.