________________
9૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
આવી જ રીતે અસુરકુમારોમાં ઉત્પન્ન થનારા માટેના પણ આ પ્રમાણેના બે ભેદ જાણવા.
મારણાનિતક સમુદ્દાત વડે સમવત થઈને પૃથ્વીકાયના આવાસે પૈકીના કેઈમાં ઉત્પન્ન થવાના હોય તે છેવટને છેવટે લેકાંત સુધી જાય છે. ત્યાં જનારાઓમાં પણ આહાર કરવામાં પરિણમાવવામાં અને શરીર બાંધવામાં તે જીવોના ઉપર પ્રમાણે બે ભેદે છે. કેટલાક ત્યાં જઈને આહારાદિ કરે, ને કેટલાક પાછા વળી અહીં 'આવી ફરીથી સમુદ્દઘાત કરી તે પૃથ્વીકાયિક આવાસમાંના કેઈ આવાસમાં પૃથ્વીકાયપણે ઉત્પન્ન થઈને આહારાદિ કરે.
બે ઇનિદ્રાના આવાસમાં ઉત્પન્ન થનાર માટે પણ નરયિકોની માફક જાણવું, અને તે જ પ્રમાણે પાંચ અનુત્તર વિમાનો પૈકીના કોઈમાં ઉત્પન્ન થવાનું હોય તો પણ એમ જ સમજવું. * ૧૪
F૧૪ મરણ સમુદ્રઘાત : અદમ્ય પુરુષાર્થ શક્તિ વડે લગભંગ મૃત્યુંજય જેવા બની ગયેલા મહાપુરુષને છેડી બીજા સૌને માટે મૃત્યુ અવસ્થા અત્યંત દુખદ હોય છે કેમકે જિંદગીભરના કર્મોની ચિત્રાવલી મૃત્યુ શય્યા પર પડેલા માણસની સામે જ પ્રત્યક્ષ થતી હોય છે.