________________
90
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
તે આ પ્રમાણે સારવત, આદિત્ય, વહ્નિ, વરુણ, ગાય, તુષિત, અવ્યાબાધ અને આગ્નેય. વચમાં રિષ્ટ દેવ છે.
સારસ્વતદેવો અર્થી વિમાનમાં, આદિત્યદેવો અર્થીમાલીમાં એ પ્રમાણે અનુક્રમે જાણવું.
લોકાંતિક વિમાને વાયુપ્રતિષ્ઠિત એટલે વાયુના આધારે રહે છે.
આ વિમાનો સંબંધી વધુ હકીકત “ જીવાભિગમસૂત્રમાં દેવ ઉદ્દેશમાં કહેલી બ્રહ્મલોકની વક્તવ્યતા પ્રમાણે જાણવી.
કાંતિક વિમાનોની આઠ સાગરોપમની સ્થિતિ છે.
કાંતિક વિમાનોથી અસંખ્ય હજાર એજનને આંતરે લેકાંત કહ્યો છે. ૧૩
* ૩ તમસ્કાય એટલે શું?
ગાઢ અંધકારની રાશિને તમસ્કાય કહેવામાં આવે છે. અહીં કોઈ અમુક જ તમનકાયની વિવક્ષા હોવાથી તે પૃથ્વીરજનો સ્કંધ અથવા પોણું રજને સ્ક ધ સંભવી શકે છે. તેમાં પણ પાછું રજને સ્કંધ અપ્રકાશી હોવાથી અને તમસ્કાય પણ