________________
શતક ૬ઠું = ઉદ્દેશક-૫
એ કૃષ્ણરાજીઓમાં મહામે સંવેદે છે, સંમૂછે છે ને વરસાદ વરસે છે. એ ક્રિયા દેવ કરે છે. અસુર કે નાગ નથી કરતા. આ કૃષ્ણરાજીઓ વર્ણથી મહાકાલી છે.
તેનાં નામ : કૃષ્ણરાજી, મેઘરાજી, મઘા, માધવતી, વાતપરિયા, વાતપરિક્ષા, દેવપરિધા અને દેવપરિભા એમ ૮ છે.
કૃષ્ણરાજી એ પૃથ્વીને પરિણામ છે, તેમ જીવને ને પુગલને પણ પરિણામ છે.
કૃષ્ણરાજીમાં અનેકવાર અથવા અનંતવાર પ્રાણ, ભૂત, જીવ, સાવ ઉત્પન્ન થયા છે. પણ બાદર અકાયપણે, બાદર અગ્નિકાયપણે અને બાદર વનસ્પતિકાયપણે ઉત્પન્ન થયા નથી.
આ આઠ કૃષ્ણરાજીઓનાં આઠ અવકાશાન્તરમાં આઠ લોકાંતિક વિમાનો છે તેનાં નામ આ છે –અર્થી, અર્ચોમાલી, કૈરોચન, પ્રભા કરે, ચન્દ્રાભ, સૂર્યાભ, શુક્રાભ અને સુપ્રતિષ્ઠાભ.
ઉત્તરપૂર્વની વચમાં અર્શી, પૂર્વમાં અર્ચામાલી, બહુ મધ્યભાગમાં રિષ્ટ વિમાન છે. એમ જુદી જુદી દિશામાં બીજા જાણવા. તેમાં આઠ જાતના લોકાંતિક દેવો રહે છે.