________________
૬૨.
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભેગા કરવામાં જ પૂરું થાય છે. મધની માખી જેમ મધમાંથી બહાર નીકળી શકતી નથી તેવી રીતે વળગેલી અને મેહવશ વળગાડેલી માયાની વાસનારૂપી મધમાંથી આ જીવામાં પણ સત્કર્મોના પંથે આવી શકતે નથી આવે છે તે સ્થિર રહી શકતું નથી અને કદાચ સ્થિર રહેવા પ્રયત્ન કરે તે કામદેવ નામને ગુડે, ક્રોધ નામને ભૂત, માનરૂપી અજગર, માયારૂપી નાગણ અને લેભ નામને રાક્ષસ તે જીવાત્માની ચારે બાજુએ ચક્કર મારતો જ હોય છે. અને લાગ જોઈને જીવાત્માને પાછા માયાના ચક્કરમાં ધકેલી દે છે.
જીવ માત્રની આવા પ્રકારની સ્થિતિ હોવા છતાં પણ રાધાવેધની માફક કેઈક ક્ષણે સંસારના દુખેથી કંટાળીને કંઈક પુરુષાર્થ શક્તિને સંચય કરે છે અને સૌથી પહેલા પાપના દ્વાર બધ કરવા પ્રેરાય છે અને સબળ પુરુષાર્થ વડે સંત-સમાગમ, સ્વાધ્યાયબળ અને તપશ્ચર્યાને આશ્રય લે છે
ત્યારપછી તે આત્મામાં સમ્યગુજ્ઞાનનો પ્રકાશ ધીમે ધીમે વધે છે, અને તે પ્રકાશમાં અજ્ઞાનનો અંધકાર મિથ્યાજ્ઞાનની ભ્રમજલ, વિપર્યયજ્ઞાનની વિપરીતતા સાથે સંશયજ્ઞાન પણ છેવટની વિદાય લે છે અને નિશ્ચયાત્મક, યથાર્થ એવં સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રાપ્ત થતાં જ સંસાર અને સ સારની માયા પાપત્પાદક, પાપવર્ધક, પાપફલક અને પાપપરંપરક જેવી લાગતા તે ભવ્યાત્મા પાપોની પ્રવૃત્તિના સંપૂર્ણ ત્યાગ પ્રત્યે આગળ વધે છે અને એક દિવસે પાપના દ્વાર સર્વથા બંધ કરવા માટે સર્વવિરતિ ધર્મ, સમિતિશુદ્ધિ ધર્મ, નિર્થ થ ધર્મ સ્વીકાર કરવા માટે પૂર્ણરૂપે તૈયાર થાય છે. એટલે કે પાપના માગે પ્રસ્થાન કરે અને પાપના આખ્યાન (કથન)ની પ્રવૃત્તિ