________________
૬૧
શતક ૬ઠું : ઉદ્દેશક-૪
પ્રત્યાખ્યાન શબ્દ વ્યાકરણની દૃષ્ટિએ–પ્રતિ અને આ ઉપસર્ગ પૂર્વક “પ્યાં ધાતુને ભાવમા “અન” પ્રત્યય લગાડીને (પ્રત્યાખ્યાન શબ્દ) બન્યું છે.
જીવાત્મા અનાદિકાળથી મેહ, માયા, ક્રોધ, લેભ, મૈથુન, આદિ કર્મોની વાસનાથી વાસિત થયેલ હોવાથી તેના એક એક રૂંવાડામાં પાપ ભરેલું છે. પાપોની ભાવના ભરેલી છે માટે માયાના ચક્રમાં આવીને અથવા બીજાઓની સાથે અજ્ઞાનવશ ગંદા વાતાવરણમાં ફસાઈને પ્રતિ ક્ષણે આ જીવાત્માની પણ તેવી મલિન ભાવનાઓ હેય છે. જેમકે “તારા પગલે મૂળમાંથી જ અહિંથી ઉખેડી નાખીશ.” “જરા પણ મારી આડે આવીશ તે તને જેલ ભેગે કરી તારા બૈરી-છોકરાઓને શેરીએ શેરીએ ભૂખે ટળવળતા કરી દઈશ.”, “તું ગમે તેટલા ધમપછાડા કરીશ તે પણ હું તે પરસ્ત્રીના ઘરે જવાને જ.” “ભલે હું નરકમા જાઉં પણ સરસ કમાણી કરાવી આપે તેવા ધધાઓ, વ્યાજવટા, બેટા તેલ માપના વ્યાપાર મારાથી છૂટે તેમ નથી”.
- ઈત્યાદિ દુર્ભાવનાઓમાં આપણું મન પ્રતિક્ષણે ડૂબકી મારીને બેઠું હોય છે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં જ આ જીવન પૂરું થાય છે અને વારંવાર કરેલા પાપના પિટલાએથી ઘણે જ ભારે બનેલે આ જીવ અનંત સંસારમાં “પ્લે ગ્રાઉન્ડના સ્ટ બેલની જેમ ભટકી રહ્યો છે .
બાવળના બી જેમ બાવળના ઝાડ તથા કાટાઓને જ ઉત્પન્ન કરે છે, તેવી રીતે પૂર્વભવની વાસનાઓ આ ભવમાં પણ સાથે જ આવતી હોવાના કારણે આખુ એ જીવનપેટ ભરવા માટે, મકાન માટે, પુત્ર માટે, ભેગવિલાસ માટે અને પૈસા