________________
૫૯
શતક દડું : ઉદ્દેશક-૪ - પૃથ્વીકાયિક જીવ સંપ્રદેશ પણ છે ને અપ્રદેશ પણ છે, એ પ્રમાણે વનરપતિકાય સુધી જાણવું. ' . આમ ભિન્ન ભિન્ન જીવોને સપ્રદેશ–અપ્રદેશ સંબંધી વિચાર વિસ્તારથી છે. ૧
ક ૧૧ કાળની અપેક્ષાએ જીવની , સપ્રદેશતા . અને અપ્રદેરાતા–કાળ પ્રકાર વડે જીવની સપ્રદેશતા કે અપ્રદેશતાની ચર્ચા છે. આમ તે જીવમાત્રના અસંખ્ય પ્રદેશ શાસન માન્ય છે પણ આ પ્રદેશોની અહીં વાત નથી. પરંતુ કાળના પ્રકારે અર્થાત્ કાળની અપેક્ષાએ સપ્રદેશ અને અપ્રદેશ કેવી રીતે હાઈ શકે છે?
જવાબમાં ભગવાને ફરમાવ્યું કે-અનાદિપણાને લઈને જીવની અનંત સમયની સ્થિતિ હોવાથી તે પ્રદેશ છે, અને જે એક સમયની સ્થિતિવાળે હોય તે અપ્રદેશ છે અને એકથી વધારે સમયવાળો પ્રદેશ છે. જેમ નરકગતિમાં ગયેલે જીવ જે સમયે નરકમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે સમય પૂરતે તે અપ્રદેશ છે. ત્યારપછી તે પ્રદેશ છે.
આ પ્રમાણે બધામાં જાણે લેવું.