________________
૫૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૩ અંગ્રેજી, ઉર્દુ અને ફારસી ભાષાવિદો પણ રાજ્યનીતિ (કૂટનીતિમાં પારંગત બની સંસારને સંઘર્ષના ચક્કરમાં
લઈ જનારા હોય છે ૪. પાલી, પ્રાકૃત, અર્ધમાગધી ભાષા વિશારદે પણ પિતાની
વ્યક્તિગત કુટેવ કે સમાજઘાતક પ્રવૃત્તિઓ છેડી શકતા નથી. પ. આજના વિજ્ઞાનીઓ, કૂટનીતિજ્ઞ, અને રાજનીતિ નિપુણે
એટમ બોમ્બ જેવા ભયંકર અસ્ત્ર-શસ્ત્રોનું ઉત્પાદન કરી સ સારને મોતના ઘાટે ઉતારવાની પ્રવૃત્તિઓમાં રચ્યા , મચ્યા છે. આ બધાઓમાં અજ્ઞાનને પ્રત્યક્ષ ચમત્કાર દેખાઈ આવે છે.
આ કારણે દિવ્યચક્ષુના માલિક, જગતના જીવનું કલ્યાણ કરનારા ભગવાન ગૌતમસ્વામી દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીને તે પૂછે છે કે-આવું અજ્ઞાનમૂલક જ્ઞાનાવરણીયકર્મ કેણ બાંધે ?
પુરુષ કે નેપુરુષ? સ્ત્રી કે નાસ્ત્રી? નપુંસક કે નેનપુંસક ? 'આના જવાબમાં મહાવીર સ્વામીએ ફરમાવ્યું કે પરષ–સ્ત્રી અને નપુસક આત્મા જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે. પણ પરષ, સારી અને નોનપુંસક આત્મા આ કર્મને કદાચ બાંધે છે અને કદાચ નથી પણ બાંધતે.
હવે પ્રશ્નનો હાર્દ આપણે પકડીએ તે પહેલાં પુરૂષલિગ અને પરુષવેદ, સ્ત્રીલિંગ અને સ્ત્રીવેદ, તથા નપુ સકલિંગ અને નપુંસકવેદની મીમાંસા કરવી જરૂરી છે.