________________
શતક દg : ઉદ્દેશક-૩
૪૯ * એજ પ્રમાણે જ્ઞાનમાત્રા અને તેના માલિકે પણ બે પ્રકારના હોય છે, જે મિથ્યાજ્ઞાન અને સમ્યગૂજ્ઞાનથી ઓળખાય છે મિથ્યાજ્ઞાનધારી મનુષ્ય પંડિત-મહાપંડિત, વિદ્વાન, વક્તા, લેખક અને કવિ પણ હોઈ શકે છે, પરંતુ તેમના જ્ઞાનમાં મિથ્યાત્વ, સ્વાર્થતા, વિષયરાગ અને કષાયોની બહુલતા હોવાથી તેમનું જ્ઞાન સંસાર-સમાજ-કુટુંબ અને પિતાના વ્યક્તિત્વને પણ અધઃપતનના ગર્તામાં નાંખનારું હોવાથી પરિણામે હિંસા, જૂઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ મહાપાપને ભેટ આપનારું બને છે, અને તેથી સમાજ કે દેશને નુકશાન જ થાય છે.
જ્યારે બીજે સમ્યક્ત્વધારી આત્મા સમ્યક્ત્વવાન . સમતા શીલ, સ સારીરુ, વિરુદ્ધ તને ત્યાગી અને પરમાર્થી હોવાથી સંસારને અને પિતાને અહિંસા, સત્ય, અચૌર્ય, શીલ અને સંતોષ રૂપી અમૂલ્ય પાંચ રત્નોની ભેટ આપીને શુખશાતિ અને સમાધિ આપનાર બને છે.
મિથ્યાત્વયુક્ત જ્ઞાન ગમે તેટલું હોય તો પણ તે અજ્ઞાન જ લેખાય છે. અજ્ઞાની આત્મા વાર વાર જ્ઞાનાવરણીય કર્મને ઉપાર્જન કરતે રહે છે. જ્ઞાનાવરણીય કર્મ આંખો ઉપર લાગેલા પાટા જેવું હેવાથી તે જીવને પોતાના આત્માનું–આત્મીયતાનું અને છેવટે પરમાત્મ તત્વનુ યથાર્થ ભાન થવા દેતું નથી. તેવી પરિસ્થિતિમાં આજે આપણે આખા સંસારને પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. ૧. સ કૃત જેવી દેવભાષાને ધારાવાહી વક્તા પણ માંસાહારી
અને શરાબ પીનારો હોય છે, વેશ્યાગામી અને પરસ્ત્રી
લંપટ હોય છે, જુગારી અને શિકારી હોય છે ૨. વેદ અને વેદાંતની ચાઓ(મંત્રીનું સ્પષ્ટ ઉચ્ચારણ
કરનાર પણ મસ્યભેજી અને મદ્યપાયી હોય છે.