________________
૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મળેલું ખાવાનું પણું બંધ, પીવાનું પણ બંધ અને ઊંઘ પણ ઉડી જાય છે. ગયા મારવામાં પણ મજા આવતી નથી અને ઇન્દ્રિયના વિષયે ભેગવવામાં પણ અણગમે આવી જાય છે. છતાં પણ કર્મની સ્થિતિના કારણે દાઢ કઢાવી નાખવાની સલાહ આપનાર કે દાઢ કાઢનાર વેંકટરની અનુપસ્થિતિના કારણે તે વેદના કેટલાક સમય સુધી ભેગવવાની રહે છે. આ પ્રમાણે ઉદયમાં પ્રવર્તતા અશાતા વેદનીય કર્મ કરતાં પણ બીજુ શાતાવેદનીય કર્મ ઉદયમાં આવતાં ડીવારને માટે દાઢને દુઃખાવે ધીમો પડે છે, અને તે કર્મ ખસી જતાં વિપાકેદયમાં રહેલું અશાતા વેદનીય પણ પાછું જોર પકડે છે અને આપણે સૌ હેરાનપરેશાન થઈ જઈએ છીએ. આ પ્રમાણે જ્યારથી અશાતાને ઉદય થયે તે કર્મનિષેક થયે તેમાં રદય પ્રમાણે દુખનું ઓછાવત્તાપણું બનતું રહે છે અને જ્યારે તે કર્મની નિર્જરા થવાની તૈયારી હશે ત્યારે દાઢ પિતાની મેળે દુખેતી મટી જશે અથવા ટૅક્ટર પાસે કઢાવ્યા પછી માણસને સાતા રહેશે. આવી રીતના બધાએ કમેં જે અનંતા પ્રકારે બાંધેલા છે, તે પ્રકારાન્તરે ઉદયમાં આવતા રહે છે અને જીવાત્માં સુખ–દુઃખને જોક્તા બને છે.
T
s
T