________________
૩૪
[ભગવતીસૂત્ર સારસંગ્રહે
તેમાં શૂન્યકાળ નથી, મનુષ્ય અને દેવેને ત્રણે પ્રકારનાં બતાવવામાં આવ્યા છે.
આવી રીતે અંતક્રિયા, ઉપપાત અને અસંતિઆયુષ્ય સંબંધી પ્રશ્નોત્તરે, પછી આ ઉદ્દેશો સમાપ્ત થાય છે.
કાંક્ષા મેહનીય
આ ઉદ્દેશકમાં અનેક વિષયે અતિ મહત્વના છે. કાંક્ષામેહનીય, અસ્તિત્વ–નાસ્તિત્વ, કાંક્ષામહ બંધાદિ, નરયિકાદિ અને શ્રમને કાંક્ષામહ, એ આ ઉદ્દેશકની ખાસ બાબતો છે.
કાંક્ષામેહનીય કર્મ જીવકૃત છે કે ? એ પ્રશ્નથી શરૂઆત થાય છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે-કાંક્ષા મેહનીય એ પણ એક પ્રકારનું કર્મ છે, જે કરાય છે, તે કર્મ કહેવાય છેકાંક્ષા મેહનીય પણ જીવ કરે છે, અતએ તે પણ એક કર્મ છે. મેહનીય કર્મને તે સૌ કોઈ જાણે જ છે કે જે મેહ પમાડે છે. મુંઝવે છે, એ મેહનીય છે. આ મેહનીય કર્મના બે ભેદ શાસ્ત્રોમાં વર્ણવેલા છે. એક ચારિત્રમેહનીય અને બીજુ દર્શનમેહનીય. “કાંક્ષા એનું નામ છે કે–જુદા જુદા મો–દર્શનેની ઈચ્છા કરવી. એ તેનું પણ ગ્રહણ કરવું. આ “કાંક્ષા મેહનીય’ એ મિથ્યાત્વ મેહનીય છે. એક મત ઉપર શ્રદ્ધા ન રાખતા જુદા જુદા મતોનું અવલંબન લેવું, એનું નામ છે મિથ્યાત્વ. “શ્રદ્ધા” તે એકમાં જ હોઈ શકે. આ “કાંક્ષા–મેહનીય પણ કરાય જ છે. માટે જ તે કર્મ છે. એને કરવાની ક્રિયા જુદી જુદી રીતે થાય છે. એ અનુલક્ષીને વિવરણકારે એના ભેદો પણ બતાવ્યા છે –