________________
(૬)
મુક્ત હની શાન હતા અને આ જ
વિના
સારા
" પૂજ્યગુરૂદેવની આંખોમાં તેજ હતું. તેમાં પણ સત્ય હતું. અને સત્યમાં પણ ઋજુતા (સરળતા) હતી. તેમની વાણીમાં એજ હતું આજે પણ વિનય ધર્મમય હતું અને વિનય પણ માર્દવગુણ યુક્ત હતો. ' ' ' . -
તેમની શાસન અને સમાજની સેવા, અહિંસા અને સત્યધર્મને પ્રચાર સર્વથા અજોડ હતા. આવા ગુરુની સ્મૃતિ અમારા સંઘને કાયમ રહે તે માટે સ્થાપન કરેલી આ સંસ્થા જેને હજી પાચ વર્ષ પણ પૂરા થયા નથી. આ સંસ્થા ફડ તથા પ્રચાર વિનાની છે. કેવળ મૂકભાવે સમાજની સેવા કરવી અને જ્ઞાનપ્રચાર દ્વારા સમાજને સારા વિચારે દેવા એજ અમારી સંસ્થાનો મુદ્રાલેખ છે ફળસ્વરુપે પૂ ગુરૂદેવના હાથે સક્ષેપથી લખાયેલું અને તેમના શિષ્ય પૂ પન્યાસજીના હતે વિસ્તૃત થયેલે “ભગવતીસૂત્ર સાર સંગ્રહ નામને સર્વશ્રેષ્ઠ આગમ સાહિત્ય પ્રત્યે સમાજને અર્પણ કરતા અમને ઘણે જ આનન્દ થાય છે. ; , પૂ પન્યાસજી મહારાજ ભગવતી સૂત્રના અવિકારી છે ઘણું સ્થળેમા ભગવતીસૂત્રનો પ્રસાદ ચતુર્વિધ સઘને આવે છે માટે તેમના હાથે સપાદિત, વિચિત અને પરિવર્દિત થયેલા આ ગ્રન્ય માટે અમારે કઈ પણ કહેવાપણુ રહેતુ નથી સૌને માટે પ્રત્યક્ષ આ ગ્રન્થ જ અમારી સંસ્થાની અને અમારા સાઠંબાના સંઘની કદર કરશે.
ભાવનગર આનન્દ પ્રિન્ટિંગ પ્રેસના માલિક શ્રી હરિલાલ દેવચંદ શેઠને તથા ઉદારદિલ સંસ્થાઓ, સૉ તથા પુણ્યશાલિ ભાગ્યવ તો જેઓ આ પ્રકાશનમાં અમને સહાયરૂપ બન્યા છે, તે સૌને અમે આભાર માનીએ છીએ.
આ પુસ્તક અગે છાપકામ તેમજ અન્ય દરેક બાબતમાં શ્રી મનસુખલાલ તારાચદ મહેતાએ જે કાળજી અને સંભાળ રાખી છે તેમજ આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપવા માટે જે ઉદારતા બતાવી છે તે માટે અમે તેઓશ્રીને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.