________________
૨૬]
ભગવતીસૂત્ર સારસંઘ
ઉપર સમ્યાન તવા અભ્યારિત્રને પડછાયો પડયા નથી તેવા મન, વચન અને કાયાને યોગે પણ આપણે આત્મા પ્રતિસમયે જે પાપસ્થાનકે સવે નવરાવે છે અને સેવનારને અનુમોદે છે, તે આશ્રવ કહેવાય છે ચારિત્ર ગ્રહણ ક્યાં પછી પણ સાધક જે આશવતત્વનો ત્યાગ નથી કરી શકો તથા આર્યદેશ, આયખાનદાનીમાં જન્મીને જે મહાવીરસ્વામીના શાસનની મર્યાદામાં નથી આવતા તેવા શ્રીમ, સત્તાધારીઓ પણ ભય કરમાં ભય કર પાપકર્મો ઉપાર્જન કરે છે. અને ભવ-ભવાંતરમાં અત્યન્ત દુખદાયી અસાતાવેદનીય કર્મને વારંવાર બાધે છે, જેને લઈને તેમનો સંસાર અત્યન્ત દુઃખદાયી બનવા ઉપરાંત પ્રત્યેક ભવમાં ભયંકર અસાતા, ભૂખ, તરસ, દરિદ્રતા માતાપિતાને વિયોગ, પરણેતર વન પછી અત્યન્ત હાડમારિઓ વગેરે દુ ખ ભોગવવાની લાયકાત મેળવે છે. જ્યારે ગૃહસ્થાશ્રમીઓના સંસર્ગથી દૂર રહીને આત્મસાધનામાં મસ્ત રહેનાર મુનિ તથા ગૃહસ્થાશ્રમમાં રહીને સમ્યકત્વ તથા દેશવિરતિને સ્વીકાર કરી, વ્રત, પચ્ચકખાણમાં શ્રદ્ધાળુ બનેલે ગૃહસ્થ નવાં પાપનાં દ્વાર બંધ કરીને જૂના પાપોને છોડતો જાય છે. તથા ખૂબ ખૂબ શાતા વેદનીય કર્મને બાધ ભવ-ભવાતરમાં સુખી બને છે.
આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીની અમૃત્તદેશનાને સાભળીને ગૌતમસ્વામી તથા પર્વદાપૂર્ણ આનદને પામતી પુન મુન દેવાધિદેવને વંદન નમન કરતી પતિ પોતાના સ્થાને ગઈ