________________
અસંયતભાવ
છેવટે અસંયત જીવના સંબંધમાં પ્રશ્નોત્તર છે. અસંયત એટલે અસાધુ અથવા સંયમ રહિત પ્રાણાતિપાતાદિની વિરતિથી રહિત આ અસંયત જીવ અહિંથી ચ્યવને દેવ થાય? આ મુખ્ય પ્રશ્ન છે.
ભગવાન આના ઉત્તરમાં કેટલાક દેવ થાય, અને કેટલાક ન થાય, એમ કહે છે. અને તેમાં કારણ એ બતાવે છે કેજે છ ગામ, નગર, આકર આદિમાં અકામ તૃષ્ણ, અકામ સુધા, અકામ બ્રહ્મચર્ય, અકામ ટાઢ-તડકે, ડાંસ-મચ્છર -વગેરેના દુઃખને સહન કરે છે, આત્માને કલેશિત કરે છે, તેઓ મરીને વાણવ્યન્તરાદિ દેવલોકના કેઈ પણ દેવકમાં ઉત્પન્ન થાય, અર્થાત્ સાધુ નહિ હોવા છતાં સંયમ રહિત
જીવન ગાળવા છતાં પણ જે એવાં અકામ કષ્ટને સહન કરે, તે તે વાણવ્યન્તર દેવ થઈ શકે છે જ્યાં જધન્યથી દશ હજાર, અને ઉત્કૃષ્ટથી પલ્યોપમની આયુમર્યાદા છે. * ૭
* ૭ સારાંશ કે આશ્રવ અને સવર આ બે ત વડે જ જીવાત્મા સસાર સાથે બધાય છે, અને સમારથી મુક્ત થાય છે. માટે જ “તુ: યાત્રા શો ” આ ટકશાળી વચન જ આપણને જાગૃતિ આપે છે
તોફાની ઘોડાની ઉપમા વાલી સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય આ પાંચે ઈન્દ્રિયો જો આત્માથી સંયમિત નહી હોય તે આ જીવાત્મા પ્રતિસમયે નવા નવા પાપો ઉપાર્જન કરશે ત્યારે કપાયે અને હિસા, જૂઠ, ચોરી, મૈથુન, તથા પરિગ્રહ -જે મોટામાં મેટા પાપ કહેવાયા છે. તેમની અવિરતિ તથા જેમની