________________
નક ૧ લું ઉદ્દેશક-૧]
[૧૭ ઉત્પાદ નામના પદાર્થને કહેવાવાળા ઉપરના ચારે પદો સમાન અર્થવાલા છે અને તે ઉત્પાદ પર્યાય પણ કેવળજ્ઞાન જ હોઈ શકે છે કેમકે -
અનંત સંસારમાં ભટક્તા જીવાત્માએ કઈ કાળે પણ કેવળજ્ઞાન નામને પદાર્થ મેળવ્યો નથી માટે જ કર્મોને નાશ થયે કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ આ બે ફળ પ્રાપ્ત થાય છે. અને તે કર્મોનાં નાશમાં આ ચારે પદો સમાનાર્થ આ પ્રમાણે છે. પિતાની સ્થિતિ લય થયે કર્મો પિતાના સ્થાનથી ચાલે છે, એટલે ઉદયમાં આવે છે. ઉદયમાં આવેલા કર્મો ભોગવાય છે, અને ભોગવાયેલા કર્મો આત્મપ્રદેશથી સર્વથા છૂટા પડે છે. . - જ્યારે પાછળના પાચ પદે ભિન્નાર્થ આ પ્રમાણે છે, છેદા, છેદયુ” આ પદમાં સ્થિતિબંધની વિચારણા છે, કેમકે સયોગી કેવળી પિતાના અતકાળે રોગનિરોધ કરવાની ઈચ્છાથી વેદનીય, નામ અને ગોત્ર કર્મની દીર્ઘસ્થિતિને અપવર્તન કરણથી અન્તર્મુહૂર્તની કરી લે છે. ભેદભેદાયું આમા રસબંધની વિચારણા છે જે સમયે સ્થિતિઘાત કરાય છે, તે જ સમયે રસધાત પણ કરે છે બળતુ બળાયુ’ આમા પ્રદેશબધની વિચારણું છે “મરતું મરાયુ” આમાં આયુષ્યકર્મની વિચારણું છે અને છેલ્લા પદથી બધાએ કર્મોની નિર્જરાની વિચારણું છે.
આ પ્રમાણે પાંચે પદોમાં ભિન્નભિન્ન અર્થ રહેલો હોવાથી ભિન્નાર્થ કહેવાય છે