________________
શતક ૧ હું ઉદ્દેશક-૧]
[૧૧ - આ પ્રથમ પ્રશ્નોત્તર, યદ્યપિ બાહ્યદષ્ટિએ જમાલીના મિતનું નિરાકરણ કરનાર દેખાય છે, પરંતુ તાત્વિક દષ્ટિએ તે મેક્ષતત્તવનું સૂચક પણ છે. કારણ કે શ્રી અભયદેવસૂરિની વૃત્તિમાં કહેવા પ્રમાણે– ; * ધર્મપત્ની પિતાના પુત્ર સાથે કહેવડાવે કે “રસોઈ તૈયાર થઈ ગઈ છે, જમીને જજો” * આ પ્રમાણે તથા આના જેવા બીજા ભાષા વ્યવહારને આપણે (જેમા તાર્કિકે, વિતડાવાદિઓ તથા જલ્પ, હેત્વાભાસ, છળ, જતિ અને નિગ્રહસ્થાન દ્વારા મોક્ષની કલ્પના કરનારાઓ) બધાએ સત્ય સ્વરૂપે માનીએ છીએ અને તે પ્રમાણે વ્યવહાર કરીએ છીએ
મૂળ વાત એ છે કે કેઈપણ ઉત્પાદ્ય કાર્યને માટે નિમિત્ત કારણે બરાબર ગોઠવાઈ ગયા હોય, તથા તે કાર્ય માટેનું ઉપાદાના કારણ પણ યથાયોગ્ય તૈયાર હોય તો- કાર્યના પ્રારભકાળમાં જ પ્રત્યેકને વિશ્વાસ રહે છે કે “કાર્ય થઈ ગયું” માટે કરાતુ કરાયુ,” બળતુ બળાયુ” આ પ્રમાણે જ સર્વત્ર બેલાય છે અને આવા પ્રકારને ભાષાવ્યવહાર નિશ્ચયનયથી સત્ય મનાય છે જ્યારે આજ વાતને વ્યવહારનય બીજા પ્રકારે કહે છે કાર્યની પૂર્ણતાને પામેલ ઘડે જ્યારે પાણું ભરવાના કામમાં આવે, વણાઈ ગયેલું કપડ દરજીને ત્યાં દેવા માટે કામમાં આવે અને સરસ રીતે સીવાઈ ગયેલું કપડુ પહેરવા માટે કામમાં આવે ત્યારે જ કામ થયું એમ કહેવાય છે.
આ પ્રમાણે ઉત્પાઘ કાર્યમાં અને દૃષ્ટિઓ સત્ય સ્વરૂપે સમાયેલી હોવાથી સ્થૂલ બુદ્ધિના માલિકને તથા પૂર્વગ્રહથી ગ્રસ્ત.. આત્માને ધ્યાનમાં ન આવે તેથી કરીને પદાર્થોના સ્વરૂપને અને તેમને જોવાની અલૌકિક દૃષ્ટિઓનો દોષ નથી