________________
૧૧૮]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
- -
-
-
- -
-
-
છે, અને જે પર્યાયે અત્યારે નથી તે નાસ્તિત્વ સંબંધને આભારી છે આ પ્રમાણે પ્રત્યક્ષ અનુભવાતાં આ અસ્તિત્વ અને નાસ્તિત્વ, સંબધમાં વિતાવાદની આવશ્યકતા નથી
માટે પ્રત્યક્ષથી કે આગમથી દેખાતા અનંતધર્મોથી પરિપૂર્ણ પદાર્થ માત્રને જોવા માટે અનંતવિજ્ઞાન (કેવળજ્ઞાન)ની આવશ્યકતાં અનિવાર્ય છે.
આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીના તીર્થ કરને સિદ્ધકરવાં માટે અનત વિજ્ઞાન તથા અતીત દોષની સાર્થકતા જોયા પછી “અબાધ્યસિદ્ધાન્ત' વિશેષણની યથાર્થતા પણ જાણી લઈએ.
ઘાતી કર્મોને સમૂળ નાશ થયા પછી જે સર્વથા નિર્દોષ હોય તેમનો સિદ્ધાન્ત જ અબાધ્ય હોય છે અરિહત તીર્થકર પરમાત્મા જ સર્વથા નિર્દોષ છે. અને સગી–સશરીર હોવાના કારણે જ સમવસરણમા વિરાજમાન થઈ દેવ-અસુર, માનવ અને તેમના અધિપતિઓની પર્ષદામા વ્યાખ્યાન આપે છે.
સિદ્ધાન્તોની રચના પૌરુષેય જ હોય છે કોઈ કાળે પણ અપૌરુષેય વચન સ ભવી શકે જ નહી. કેમકે શરીરધારીને જ મુખ, કઠ, હોઠ, દાત આદિ અવયવો હોય છે, જે શબ્દોની ઉત્પત્તિના મૂળ કારણ છે, તે વિના શબ્દોની સ્પષ્ટ ઉચ્ચારણ સર્વથા અસ ભવ છે.
તે શરીરધારી પણ કેવળજ્ઞાની હેય, તીર્થકર હોય તેમના જ વચને પ્રમાણ હોય છે. અબાધ્ય હોય છે, કારણકે તીર્થ કરેના જીવનમાં શારીરિક, વાચિક, અને આત્મિક દોષને સર્વથા અભાવ હોય છે અને જે કેવળજ્ઞાનને મેળવી શક્યા નથી તેમના વચનમાંજ શારીરિક દષ, કામ, ક્રોધના સંસ્કાર વાચિક અને આત્મિક દોષોની ભરમાર અવશ્યમેવ હોવાના કારણે જ તેમના વચને પરસ્પર અપ્રમાણિત ધર્મમાં હોય છે જેમ કે –