________________
શતક-૫ મું ઉદ્દેશક–૮]
પિ૧૭
બીજા રંગોની અપેક્ષાએ અને તારતમ્ય ઓછાવત્તા રંગેની અપેક્ષાએ અસત છે. શબ્દની અપેક્ષાએ જુદા જુદા દેશમાં ઘટ અર્થ જણાવવા માટે જુદા શબ્દોને વ્યવહાર થાય છે જેમકે ઘડે, માટલું, બેડીઓ, મટકે, પિટ (POT) વગેરે શબ્દોની અપેક્ષાએ સત છે પરંતુ બીજા અનત દ્રવ્યોના વાચક શબ્દોની અપેક્ષાએ અસત છે.
સખ્યાની દ્રષ્ટિએ ઘડાની પંક્તિમાં આ ઘડે પાંચમે હોવાથી તે અપેક્ષાએ સત છે. જ્યારે પહેલાના અને પછીના અનંત ઘડાઓની અપેક્ષાએ અસત છે.
સંગ-વિયોગની અપેક્ષાએ અનતકાળથી આ ઘડાના અનંત પર્યાયે સાથે સંગ તથા વિયોગ થયા, તો તે દષ્ટિ એ સત છે અને બીજા પદાર્થો સાથે સોગ વિગ થયો નથી તે અપેક્ષાએ અસત છે.
પરિમાણની અપેક્ષાએ અત્યારે આ ઘડે જે પ્રમાણ (માપ)માં છે તે માપની અપેક્ષાએ સત છે અને બીજા નાના–મોટા માપની દષ્ટિએ અસત્ છે
આ પ્રમાણે એક જ પદાર્થમા અનત ધર્મોની વિદ્યમાનતા તર્ક સગત છે “ધન વિનાને ગરીબ માણસ જેમ ધનવાન કહેવાતો નથી, તેવી જ રીતે જે પર્યાય ઘડાના નથી તેમને ઘડા સાથે નાસ્તિત્વ સબ ધ પણ શા માટે જોડી દેવા ?” આના ઉત્તરમાં એટલું જ જાણવાનું કે ધન અને ગરીબ બને પદાર્થો અનંત સંસારમાં વિદ્યમાન તે છે. માત્ર અત્યારના ક્ષણે બનેને અસ્તિત્વ સબંધ ભલે નથી તે પણ નાસ્તિત્વ સ બ ધ તો છે જ તેથી આમ ભાષા વ્યવહાર થાય છે કે આ માણસ ધન વિનાને છે ? અને સસાર ભરનો કેઈ માણસ આનો અર્થ બરાબર સમજી જાય છે કે આ માણસ પાસે અત્યારે ધન નથી તેવી જ રીતે ઘડામાં અત્યારના સમયે જે વપર્યા છે તે અસ્તિત્વ સંબધને આભારી