________________
૫૧૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
જીવાસ્તિકાય, અને કાળ દ્રવ્ય રૂપે તે તે અસત છે, અહી પૌગલિકત્વ ઘડાને સ્વપર્યાય છે અને બીજા દ્રવ્યોના અનંતપર્યા પરમપર્યાય છે.
- પૃથ્વીને બનેલું હોવાથી પાર્થિવરૂપે સત છે અને જલાદિકથી નહી બનેલું હોવાથી તે રૂપે અસત છે. અહીં પણ પાર્થિવરૂપે ઘડાને. સ્વપર્યાય એક જ છે જ્યારે જલાદિના પરપર્યાની સંખ્યા અનંત છે. પાર્થિવમાં પણ ધાતુરૂપે સત છે. જયારે અસંખ્યાતા માટી વગેરે દોની અપેક્ષાએ અસત છે. ધાતુમાં પણ સુવર્ણરૂપે સત છે.
જ્યારે તાંબુ–પીત્તલ આદિ ધાતુઓથી નહી બનેલું હોવાથી તે રૂપે અસત્ છે. અમુક ગામના અમુક બજારના મોતીરામ સોનીને ઘડેલે હોવાથી તે રૂપે સત છે, અને બીજા નરોત્તમ વગેરે સોનારના હાથે નહી ઘડેલે હેવાથી તે રૂપે અસત છે. મોટા પેટવાલે, ટૂંકી ગરદનવાલે હોવાથી તે રૂપે સત્ પણ નાનું પેટ, મોટી ગરદન આદિ અસંખ્યાત આકાર વિશેષથી અસત છે. ગળાકારે સત છે પણ બીજા આકારે અસત છે આ પ્રમાણે આ સેનાના ઘડામાં સ્વપર્યાનું અસ્તિત્વ છે જ્યારે પરપર્યાનું નાસ્તિત્વ પણ સ્વતઃ સિદ્ધ છે. ક્ષેત્રની અપેક્ષાએ જમ્બુદ્વીપ, ભરતક્ષેત્ર, મુંબઈ-કુંભારવાડાના ક્ષેત્રને લઈને સત છે જ્યારે બીજા અસ ખાતક્ષેત્ર, અસંખ્યાત ગામ આદિની અપેક્ષાએ અસત છે. અમુક ઉપાશ્રયના. ક્ષેત્રને લઈને સત છે જ્યારે બીજા અનંતક્ષેત્રાદિને લઈને અસત છે અમુક આકાશ પ્રદેશના ક્ષેત્રને લઈને સત છે. જ્યારે બીજા આકાશ– પ્રદેશને લઈને અસત છે કાળની દષ્ટિએ અમુક વર્ષના, હેમન્તઋતુના, પૌષ મહિનાના, શુકલ પક્ષમાં, આઠમના દિવસમાં બપોરના ત્રણ વાગ્યે ઘડાયેલો હોવાની અપેક્ષાએ સત છે જ્યારે બીજા વર્ષ બીજી ઋતુ, બીજા મહિનાના અન તકાળની અપેક્ષાએ અસત છે
ભાવની અપેક્ષાએ, અમુક રંગની અપેક્ષાએ સત છે, જ્યારે