________________
શતક-૫ સુ' ઉદ્દેશક-૮
[૫૫
ધર્મ અને ધર્માં, ગુણી અને ગુણી, તથા સ્વરૂપ અને સ્વરૂપી તાદાત્મ્ય સ બધે સહભાવીજ છે આમાં ધર્મ, ગુણ, તથા સ્વરૂપનેજ પર્યાય કહેવાય છે અને ધર્મ ગુણી તથા સ્વરૂપી દ્રવ્ય છે
સૂર્યથી કિરણા અને દ્રવ્યરૂપ કિરાથી પ્રકાશ ગુણ જેમ કોઇ કાળે અને કર્ણના પ્રયત્ન વિશેષથી પણ જૂદા પડી શતા નથી તેવીજ રીતે દ્રવ્ય અને તેના પર્યાયા જૂદા પડી શકે તેમ નથી
પદાર્થો માત્રમાં રહેલા અનંત ધર્મની વિદ્યમાનતા અસ્તિત્વરૂપે (હાવારૂપે) અથવા નાસ્તિત્વરૂપે (ન હોવાપણું) તર્કસંગત અને આગમ સંગત છે. સંસારભરમાં આકાશકુસુમ, ગધેડાનું શીંગ અને વાંઝણીને છેકા નામે કાઈ દ્રવ્યની વિદ્યમાનતા છેજ નહી માટે તેના અનતધર્માંની વિચારણાજ પણ હાઇ શકે નહી ઘટ-પટ–જીવ શરીર વગેરે દ્રવ્યાની વિદ્યમાનતા પ્રત્યક્ષ છે, તેના અનંત ધર્માં પણ વિદ્યમાન છે. કેમકે દ્રવ્ય વિના પર્યાયે., અને પર્યાયેા વિનાનુ દ્રવ્ય કોઈએ કયારે પણ જોયુ નથી, જોવાતુ નથી અને ભવિષ્યમા પણ જોવાશે નહી.
પરન્તુ
માટે
સુવર્ણના ધડાને જ ઉદાહરણ રૂપે લઈએ, જે પેાતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અસ્તિત્વ ધર્માંથી અને ખીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ નાસ્તિત્વ ધર્મોથી સંબંધિત છે.
સત્ત્વ, જ્ઞેયત્વ અને પ્રમેયત્વાદિ ધર્માની અપેક્ષાએ આ ઘડાને વિચાર કરતાં સત્ત્વ વગેરે તે ઘડાના સ્વપર્યાયેાજ છે કેમકે પદા માત્રમાં સત્ત્વાદિ ધર્માં હોવાથી એ ધર્મની અપેક્ષાએ પ્રત્યેક વસ્તુ પરસ્પર સમાન છે, સજાતીય છે, વિજાતીય પર્યાયેા માટે તેમાં અવકાશ નથી,
ધડો પુદ્ગલના પરમાણુઓથી બનેલે છે, માટે પૌષ્ટિક દ્રવ્યરૂપે સત્ છે, પરન્તુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયુ