________________
૫૧૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
દેષ સમૂળ નાશ થયેલા હોવાથી તેમને જન્મ લેવાનું છે જ નહીં. કદાચ કોઈ કહે કે “અતીતદોપ' વિશેષણ ભલે રહ્યું કેમ કે જે અતીત દોષ હશે તે અને તે વિજ્ઞાન પણ હોય જ છે આના જવાબમાં જાણવાનું કે “કંઈ વાદીએ પિતાના માનેલા ભગવાનમાં દોષાભાવ માનેલે હોવા છતાં પણ અને જ્ઞાનની આવકતા માની નથી જેમ કે “ભગવાન ક્વળ ઈષ્ટ તત્વને જાણે તે જરૂરી છે પણ સ સારના બધા પદાર્થોનું જ્ઞાન શા કામનું ?” કીડા કેટલા ? નરકના જીવો શી રીતે રહે છે ? ઈત્યાદિ અનાવરયક પદાર્થોના જ્ઞાનની આવશ્યકતા શા કામની - આ પ્રમાણે માનનારાઓને સમજણ આપતા જૈનાચાર્યોએ કહ્યું કે “સર્વસ” તે જ હોઈ શકે છે, જે સંસારના અનંત પદાર્થો અને એક એક પદાર્થના અનત પર્યાને જાણી શક્યા માટે સમર્થ હોય.
જે ભગવાનને સસારના પદાર્થોનું યથાર્થ જ્ઞાન જ ન હોય તે તેમનુ ભગવંત શા કામનું ?
પદાર્થ માત્રમાં અનત પર્યાયે અસ્તિત્વ અને નાસ્તિત્વના સંબધની અપેક્ષાએ વિદ્યમાન હોવાના કારણે દ્રવ્ય માત્ર અન - ધર્માત્મક જ હોય છે. આવી સ્થિતિમાં જે ભગવાન પદાર્થના એક પર્યાયને પણ સમ્યફ પ્રકારે જાણી ન શકે તે બધાએ પર્યાયોને શી રીતે જાણી શકશે ?
આ સ્થિતિમા “અને વિજ્ઞાન વિરોષણને સાર્થક નહી કરનાર વ્યક્તિ સર્વજ્ઞ બની શકે તેમ નથી. દ્રવ્યમાં રહેલા અનંત પર્યા
હવે સક્ષેપથી આપણને અનંતધર્મોને ખ્યાલ આવે, તે જોઈએ, અનત એટલે જેને અ ત નથી–ગણત્રી નથી, તે અનત દ્રવ્યો અને સહભાવી તથા ક્રમભાવી પર્યાય-સ્વરૂપને ધર્મ કહેવાય છે.