________________
૫૧૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
મનની આવશ્યકતા અનિવાર્ય છે, જ્યારે છેલ્લા બે જ્ઞાન યદ્યપિ આત્મિક હોય છે, તે પણ જ્ઞાનાવરણીય કર્મોને સમૂહ સમૂળ નાશ પામેલ ન હોવાથી આ બને જ્ઞાન છાઘસ્થિક કહેવાય છે. માટે જ અવધિજ્ઞાની અને મન:પર્યત જ્ઞાની પણ પૂર્ણજ્ઞાની નથી. કેમકે અવધિજ્ઞાની ભાવથી અનત પર્યાયો જાણે છે તે પણ પ્રત્યેક દ્રવ્યના અનત પર્યાય જાણું શકતા નથી, આ જ્ઞાન ગૃહસ્થને પણ થઈ શકે છે પરંતુ તે ગૃહસ્થ શુદ્ધ મને સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર, તથા તપને આરાધક હોય તે તેમને પ્રાપ્ત થયેલું આ જ્ઞાન પણ સ્વચ્છ, વિશાળ અને ઘણું લાંબા કાળને ભૂત પણ જોઈ શકે છે.
મનપર્યવજ્ઞાની પણ મનરૂપે પરિણત થયેલા જ રૂપી પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે પણ અધ્યવસાયરૂપ ભાવ મનને તે મન:પર્યવજ્ઞાની પણ જાણી શકતા નથી.
યદ્યપિ આ જ્ઞાનીની તુલનામાં સસાર ભરને બીજો કોઈ પણ યોગી આવી શકતું નથી. પછી ચાહે તે નગ્ન રહે, ધુનીતપે, શુષ્કપત્રાહાર કરે, જગલની ભયંકર ખીણમાં રહે, માપવાસી બને, ઉધે માથે લટકે, ગમે તેટલી જટા તથા નખ વધારે, સિદ્ધિઓ પ્રાપ્ત કરે, ગમે તેવા અને તેટલા ચમત્કાર બતાવે, દેવતાઓના આસન ડેલાવે કે દેવીઓને સ્વાધીન કરે, લોહી અને માસ સુકાવી મારે, તેવી તપશ્ચર્યા કરે, અથવા સર્વથા મૌન ધારે, હજારો લાખ અને કરોડોની સંખ્યામાં શ્લોકે કઠસ્થ કરે તથા ઢગલા બંધ નવા શ્લેકે ચે તે પણ મન:પર્યવજ્ઞાનીની હોડ કરી શકે તેમ નથી. કેમ કે આ જ્ઞાન સાથે અપ્રમત્તભાવ અને સયમની શુદ્ધિની નિતાન્ત આવશ્યકતા છે.
આ પ્રમાણેના આ ચારે જ્ઞાનના માલિકે ભલે ૧૧મું ગુણઢાણું મેળવી લે તો પણ તીર્થ કર દેવના ક્ષાયિક જ્ઞાન સાથેની તુલના