________________
૨૧૦]
ભગવતીસૂત્ર સાસંગ્રહ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્ય -ભાગ છે. અવસ્થિતમાં વ્યુત્ક્રાંતિ કાળ કહે.
સિદ્ધો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી સોપચય છે.
સિદ્ધો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી નિરૂપચય ને નિરપચય છે. ઘર
* ૮૧ અનંત ધર્મો (પર્યાય)થી યુકત ચેતન–જડાદિ અનત પદાર્થોથી ભરેલા આ અન સસારનું માપ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માઓ સિવાય બીજા કેઈ પણ કાઢી શક્તા નથી
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની મર્યાદામાં રહેલે માણસ અપૂર્ણ જ્ઞાની હોવાથી અન ત સ સારના અનત પદાર્થોને જેવા અને જાણવા અસમર્થ છે કારણ કે આ બન્ને જ્ઞાને ઈન્દ્રિયાધીન -હેવાથી મર્યાદિત જ છે
(૧) ઈન્દ્રિોમાં વિષય જ્ઞાનની શક્તિનું ન્યૂનાધિપણું હોવાથી મતિજ્ઞાની બધાએ પદાર્થો અને પર્યાને તારતમ્ય ભાવે જોશે સંસારના દ્રવ્યોની એવી વિચિત્રતા છે કે–ઘણા દ્રવ્યોને મતિજ્ઞાની સ્પર્શી પણ શકતો નથી તેવીજ રીતે આપણે સ્વભાવ પણ મર્યાદિત છે, જેથી સસારની ઘણી વસ્તુઓને જાણવાની ઉત્કંઠા પણ -થતી નથી. આમાં આ જ્ઞાનની દુર્બલતા સ્પષ્ટ દેખાય છે જેથી -દશ્યમાન પદાર્થોને પણ પૂરા જાણી શકતું નથી, પછી અદશ્યમાન પદાર્થોને જાણવાની તો વાત જ કયાં રહી ?
(ર) ઘણા પર્થો એવા છે કે જે આગમગમ્ય જ છે. અને -આગમવાદે વર્તમાનમાં ગુગમ પણ નથી. આગમગમ્ય પદા હંમેશાને માટે આગમગમ્ય શ્રદ્ધાગમ) જ હોય છે