________________
[૪૯
રાતક–૫ મું ઉદ્દેશક-૭] પાંચ હેતુઓ
૧ હેતુને જાણે છે ૧ હેતુએ જાણે છે ૨ હેતુને જૂએ છે ૨ હેતુએ જુએ છે ૩ હેતુને સારી રીતે શ્રધ્ધ છે ૩ હેતુએ સારી રીતે શ્રધે છે ૪ હેતુને સારી રીતે પ્રાપ્ત કરે છે ૪ હેતુઓ સારી રીતે પ્રાપ્ત કરે છે – ૫ હેતવાળુ છવસ્થ મરણ કરે છે પ હેતુએ છદ્મસ્થ મરણ કરે છે.
સ સારનાં પ્રાણિમાત્ર શરીરધારી છે, અને જ્યાંસુધી શરીર છે ત્યાંસુધી પરિગ્રહ છે, અથવા શરીર જ મોટામાં મોટો પરિગ્રહ છે. કેમકે આ શરીરને લઈને જ સસારભરને પરિગ્રહ વધે છે, અને
જ્યા પરિગ્રહ છે ત્યાં આર ભ છે, અને જ્યાં આરંભ-સમારભ છે ત્યાં નવા પાપ બ ધાયા વિના રહેતા નથી શરીર માત્રનો પરિગ્રહ (મૂચ્છ) પણ કેવળજ્ઞાનને મેળવવા માટે બાધક છે, તો પછી શરીરની મમતાને વશ બનીને બાહ્ય પરિગ્રહને વધારનાર કેવળજ્ઞાન શી રીતે મેળવી શકશે ? કેમકે બાહ્ય પરિગ્રહ પ્રાય. કરીને આભ્યન્તર પરિગ્રહનું મૂળ કારણ છે અને આ આભ્યન્તર પરિગ્રહનો ત્યાગજ વસ્તુતઃ ત્યાગ છે. તે વિના આન્તર જીવનની શુદ્ધિ સર્વથા અશક્ય છે,
બાહ્ય પરિવહન સર્વથા ત્યાગ કર્યા પછી પણ જો તે પુણ્યવતન આન્તરમન સ પ્રદાય તથા સઘાડાવાદના નશામાં ઘેરાતું હોય તો અને સર્વથા નગ્ન અવસ્થા સ્વીકાર્યા પછી પણ આન્તર -જીવનમાં કલેશ, વૈર, હઠાગ્રહ અને પિતાના ટોળા પ્રત્યેની અસીમ મમતા અને પારકા મુનિઓની, આચાર્યોની નિંદાની પ્રવૃત્તિ ચાલુજ હોય તે આવી સ્થિતિમાં આભ્યન્તર પરિગ્રહી ભય કર કર્મોને બાંધ્યા વિના રહી શકતું નથી તેમજ બાહ્ય ત્યાગની ચરમસીમાં પણ તે સાધકને સાધ્યની પ્રાપ્તિ કરાવી શકે તેમ નથી, કે જે