________________
૪૯૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ.
શબ્દ પરિણત યુગલ ઓછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યય ભાગ સુધી રહે.
અશબ્દ પરિણત યુગલ, જેમ એક ગુણ કાળુ પુદ્ગલ કહ્યું, તેમ સમજવું.
પરમાણુરૂપ પુગલને પરમાણુપણું છોડી ફરીવાર પરમાણુપણું પ્રાપ્ત કરતાં ઓછામાં ઓછું એક સમય અને વધારેમાં વધારે અસંખ્યય કાળ લાગે. આ અંતરમાં તે પરમાણપણું છોડી સ્કંધાદિ રૂપ પરિણામે. અને અને પાછું તે પરમાણપણું પ્રાપ્ત કરે આમ કરવામાં આટલો સમય લાગે..
બે પ્રદેશવાળા સ્કંધને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું અંતર છે. એ પ્રમાણે યાવત્ અનંત. પ્રાદેશિક સ્કંધ સુધી જાણવું.
એક પ્રદેશમાં સ્થિત સકંપ પુગલને, પિતાનું કંપન પડતું મેલી, ફરીથી કંપન કરતાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધીનું અંતર હોય–એ પ્રમાણે યાવત અસંખ્ય પ્રદેશ સ્થિત સ્કંધમાટે પણ જાણી લેવું.
એક નિષ્કપ પુગલ પિતાની નિષ્કપતા છોડી દે, ને. પછી ફરીથી તેને નિકંપતા પ્રાપ્ત કરતાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાને અસંખ્યય ભાગ એટલે. સમય લાગે.
એ પ્રમાણે યાવત્ અસંખ્યય પ્રદેશ સ્થિત સ્કંધો માટે પણ સમજવું.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સૂક્ષમ પરિણત અને બાદર