________________
રાતક૫ મું ઉદ્દેશક–૭]
[૪૫ જેમ ત્રણ પ્રદેશવાળા ધને ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શ કરાવ્યું, ત્રણ પ્રદેશવાળા સ્કંધને ચાર, પાંચ યાવત્ અનંત પ્રદેશવાળા સ્કંધ સાથે સંચજો, અને જેમ ત્રણ પ્રદેશવાળા સ્કંધ માટે કહ્યું, તેમ યાવત્ અનંત પ્રદેશવાળા સ્કંધ સુધીનું કહેવું.
પરમાણુ પુગલ ઓછામાં ઓછું એક સમય સુધી રહે અને વધારેમાં વધારે અસંખ્ય કાળ સુધી રહે એ પ્રમાણે યાવત્ અનંત પ્રદેશવાળા સ્કંધ માટે જાણવું.
એક આકાશ પ્રદેશમાં સ્થિત પુદ્ગલ જ્યાં હોય તે સ્થાને અથવા બીજે સ્થાને જઘન્યથી એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યય ભાગ સુધી સકંપ રહે. એ પ્રમાણે યાવત્ આકાશના અસંખ્ય પ્રદેશમાં સ્થિત પુદ્ગલ માટે પણ જાણવું.
એક આકાશ પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ જઘન્યથી એક સમય અને વધારેમાં વધારે અસંખ્યય કાળ સુધી નિષ્કપ રહે. એ પ્રમાણે યાવત્ અસંયેય પ્રદેશાવગાઢ પગલ માટે પણ જાણવું.
યુગલ એકગણું કાળું, જઘન્યથી એક સમય સુધી અને વધારેમાં વધારે અસંમેય કાળ સુધી રહે. એ પ્રમાણે ચાવત્ અનંત ગુણ કાળા પુગલ માટે જાણવું.
એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યાવત્ અનંત ગુણ રૂક્ષ પુદ્ગલ માટે જાણવું. અને એ પ્રમાણે સૂક્ષ્મ
પરિણત યુગલ માટે અને બાદર પરિણત પુદ્ગલ માટે - પણ જાણવું.